પોરબંદર: સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને વારંવાર હાથ ધોવા, ઘરમાં રહેવું, બહાર નીકળતા માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું વગેરે અનેક સૂચનાઓ આપવામાં આવે છે. તેમ છતાં અમુક જગ્યાએ લોકો તકેદારી રાખતા નથી, પરિણામે કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં જાહેરમાં માસ્ક ન પહેરનાર 5500થી વધુ લોકો પાસેથી રૂપિયા 12.23 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પાછળ સરકારનો ઉદ્દેશ્ય કોરોના મહામારીના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવાનો છે. જેમાં લોકોનો સાથ સહકાર ખૂબ જ જરૂરી છે. હાલમાં માસ્ક ન પહેરનાર પાસેથી પોરબંદર જિલ્લામાં રૂ. 200નો દંડ વસૂલવામાં આવે છે.