પોરબંદર: શુક્રવારે પોરબંદરમાં કોરોનાના વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે એકનું મોત નીપજ્યું છે. આ સાથે પોરબંદરમાં કોરોનાનો આંક 443 થયો છે.
શુક્રવારે કોરોના પોઝિટિવના કારણે વધુ એકનું દર્દીનું મોત થતાં જિલ્લામાં દર્દીઓનો મૃત્યુ આંક 32એ પહોચ્યો છે. તો શુક્વારે સાત દર્દીઓએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં અત્યારની સ્થિતિએ કોરોનાના 103 એકટીવ દર્દીઓ છે.