પોરબંદરઃ હાલના કોરોનાની મહામારીના સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડિયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં સમય વેડફતાં યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS”ની નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ" ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો Quiz, ટેલિવિઝન તેમ જ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
પોરબંદરમાં ‘મોબાઇલ ટુ સ્પોર્ટસ’ ચિત્ર સ્પર્ધા યોજાશે - drawing competition
મુખ્યપ્રધાન દ્વારા યુવાધનને યોગ તથા શારીરિક રીતે સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ"ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. આ હેતુને સુચારું રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંયુક્ત રીતે "મોબાઈલ ટુ સ્પોર્ટ્સ" કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.