ખાનગી હોસ્પિટલના કોરોના દર્દીઓનો ખર્ચ સરકાર ઉઠાવે તેવી માગ
જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મુખ્યપ્રધાનને રજૂઆત કરી
કોરોનાની દવા ઉપર GSTમાં રાહત આપવા માગ કરી
પોરબંદર: કોરોનાની મહામારીમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે અને અનેક લોકો આર્થિક રીતે પણ નબળા પડી ગયા છે. ત્યારે આવા સમયમાં પરિવારમાંથી કોઈ સભ્યો બીમાર પડે તો સરકારી હોસ્પિટલમાં બેડ ન મળતો હોવાથી ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને તેની કરી શકવા સક્ષમ નથી હોતા આ ઉપરાંત દવાના પણ વધુ હોવાથી પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. જેને ધ્યાનમાં લઇને પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે અને દવા પર લગાવવામાં આવતો GSTમાં રાહત આપવા તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના દર્દીઓ અને ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે તેવી માગ કરી હતી.
એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે અને બીજી બાજુ લોકો બેકારીના ખપ્પરમાં હોમાયા છે
દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે આ કપરા કાળમાં અનેક લોકોના ધંધા પણ બંધ હોય જેના કારણે લોકો આર્થિક સંકટમાં પણ મુકાયા હોય છે આવા સમયે મીની લોકડાઉનમાં પણ લોકોની આવકમાં ઘટાડો થશે તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા પ્રતિદિન ખર્ચા વધી રહ્યા છે એક બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે અને બીજી બાજુ લોકો બેકારીના ખપ્પરમાં હોમાયા હોવાથી આવકનો સ્ત્રોત હોવાથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાડમારી પડી રહી છે. આ સ્થિતિમાં જો કોરોના પોઝિટિવ આવે તો તેના હોસ્પિટલનો ખર્ચો સાંભળી દર્દીને મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ ઘણી વખત નથી હોતી ત્યારે નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે આથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે તેવી માંગ પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર એગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી હતી.