પોરબંદર: દેશભરમાં કોરોના વાયરસના કારણે ઠેરઠેર થતા લોકોના મેળાવડા અને કાર્યક્રમો તથા ધાર્મિક કાર્યક્રમો રદ્ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે દર વર્ષે પોરબંદર જિલ્લામાં આવેલ માધવપુરમાં માધવરાય અને રુકમણીના વિવાહ પ્રસંગે યોજાતા ભાતીગળ મેળામાં અનેક લોકો આવે છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાના મેળો જોવા મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. જેના કારણે કોરોના રોગ ફેલાવાની વધુ શક્યતાઓ રહેતી હોવાના લીધે સરકાર દ્વારા અહીં કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન રદ કરવાના નિર્ણયની માધવપુરના લોકોએ આવકાર્યો છે.
જ્યાં મેળો ભરાય ત્યાં મોટી માત્રામાં આવક થશે તેઓ વેપારીઓ માનતા હોય છે. પરંતુ પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આગામી તારીખ 2 થી 6 એપ્રિલ સુધી યોજાનાર ભવ્યાતિભવ્ય મેળો હવે સાદાઈથી યોજાશે અને જેમાં ઓછામાં ઓછા લોકો આવે તેવો પ્રયાસ કરવામાં આવશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે.
માધવપુરના હર્ષદભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, વેપારીઓ માટે વેપાર મહત્વનો છે, તેના કરતાં પણ લોકોના જીવ મહત્વના છે. કોઈ મોટી તારાજી ન સર્જાય અને અનેક લોકોના જીવ બચે તે માટે સરકાર દ્વારા યોગ્ય પગલું ભરવામાં આવ્યું છે.
આ નિર્ણયને માધવપુરવાસીઓએ આવકાર્યો છે. બીજી બાજુ માધવપુર યોજાતા મેળાની તૈયારીના ભાગરૂપે કેન્દ્રીય લેવલની એક ખાનગી કંપનીના માણસો સહિત મેળાના ડેકોરેશન માટે તથા ટેન્ટ પણ અહીં આવી ચૂક્યા હતા. સરકારના તમામ કાર્યક્રમ રદ્દ થવાના કારણે તમામ હોટલોમાં બુકિંગ પણ રદ કરવામાં આવી છે. કાર્યક્રમનો પણ મુલત્વી રાખવામાં આવતા ખાનગી કંપનીના ટ્રકો પરત ફરી રહ્યાં છે.