ETV Bharat / state

ગુજરાતની શાન માધવપુર બીચ અનેક સુવિધાઓથી વંચીત - ll serve

પોરબંદરઃ શહેરની નજીકનું સૌથી રળિયામણું શહેર અને કૃષ્ણ-રુક્મણીનું વિવાહ સ્થાન માધવપુરમાં ત્રણ કિ.મી.નો રળિયામણે દરિયા કિનારોં અહીંની શોભા વધારે છે. આ પાવન ભૂમિ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ મોજ અને મસ્તી કરવા આવે છે, પરંતુ આ સુંદર જગ્યા પર એક પણ શૌચાલય ન હોવાથી પ્રવાસીઓ શૌચાલય બનાવવાની માગ કરે છે.

માધવપુર બીચ
author img

By

Published : Apr 18, 2019, 2:04 AM IST

માધવપુરમાં ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે, આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે. અહીંનું ઓશો આશ્રમ પણ રળિયામણું સ્થળ છે, તો વિશ્વમાં ક્યાંય પણ ન જોવા મળે તેવો દરીયા કિનારો માધવપુરમાં છે. પ્રવાસન વિભાગ દ્વારા આ જગ્યાએ ભવ્ય મેળો અને બીચ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ બીચ પર શૌચાલય ન હોવાથી મહિલાઓ સહિત અનેક લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી પ્રવાસીઓ દ્વારા માધવપુર બીચ પર એક શૌચાલય, ડ્રેસ બદલવા ચેન્જિંગ રુમ અને પીવાના પાણીની સુવિધા આપવાની માગ કરી રહ્યા છે.

ગુજરાતની શાન માધવપુર બીચ અનેક સુવિધાઓથી વંચીત

સરકાર દ્વારા માધવપુર બીચને વિકસાવવા માટે વાઇબ્રન્ટ સમીટમાં પણ અનેક MOU પણ કરવામાં આવ્યા છે. ત્યારે માધવપુર બીચને વિકસાવવા માટે અનિલ અંબાણીએ પણ MOU સાઈન કર્યા હતા, પરંતુ બીચ પર કોઈ પણ પ્રકારનો ખાસ વિકાસ થયો નથી તેમ પ્રવાસીઓનું કહેવું છે. જો અહીં સુવિધાઓ વધારવામાં આવે તો વધુ પ્રમાણમાં પ્રવાસીઓ બીચની મુલાકાતે આવે તો, માધવપુર ગામના લોકો સહિત પોરબંદર જિલ્લાના લોકોને આર્થિક રીતે ધંધા રોજગારમાં મદદરૂપ થઈ શકે તેમ છે.

Intro:પોરબંદર નજીક નું સોથી રળિયામણું શહેર માધવપુર કે જ્યાં રાણી રૂકમની અને શ્રી કૃષ્ણ ના વિવાહ રચાયો હતા આથી આ પાવન ભૂમિ પર અનેક પ્રવાસીઓ આવે છે તો ત્રણ કિમિ નો રળિયામણો દરિયા કિનારો અહીંની શોભા વધારે છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અચૂક આ સ્થળે પધારે છે ત્યારે આ બીચ પર એક પણ શૌચાલય ન હોવાથી પ્રવાસીઓ એ શૌચાલય બનાવવાની માંગ કરી છે

Body:માધવપુર માં ચૈત્ર માસ ના મેળા માં મોટી સંખ્યામાં લોકો આવે છે અહીં ઓશો આશ્રમ પણ અહીંનું રળિયામણું સ્થળ છે તો વિશ્વ માં ક્યાંય ન જોવા મળે તેઓ દરીયા કિનારો માધવપુર માં છે.દરિયા કિનારે અનેક પ્રવાસીઓ આવે છે પ્રવાસન વિભાગ દ્વારા અહીં મેળા નું ભવ્ય આયોજન કરાય છે તો બીચ ફેસ્ટિવલ પણ પ્રવાસન વિભાગ દ્વારા યોજાય છે પરંતુ બીચ પર શૌચાલય ન હોવાથી મહિલાઓ સહિત અનેક લોકો ને આ સમસ્યા છે ત્યારે આહિ આવતા પ્રવાસીઓ માધવપુર બીચ પર એક શૌચાલય બનાવવામાં આવે અને ડ્રેસિંગ બદલવા ચેનજિગ રુમ સહિત પીવાના પાણી ની વધુ સુવિધા વધારવા મા આવે તો પ્રવાસીઓ વધુ પ્રમાણમાં અહી આવી શકે તેમ છે

Conclusion:તો સરકાર દ્વારા માધવપુર બીચ ને વિકસાવવા માટે વાઇબ્રન્ટ સમીટ માં અનેક એમ ઓ યુ પણ કરવામાં આવ્યા છે અને માધવપુર બીચ ને વિકસાવવા માટે અનિલ અંબાણી એ પણ એમઓયુ સાઈન કર્યા હતા પરંતુ બીચ પર કોઈ પણ પ્રકાર નો ખાસ વિકાસ થયો નથી તેમ પ્રવાસીઓ નું કહેવું છે.જો અહીં સુવિધાઓ વધારવામાં આવે તો માધવપુર ગામના લોકો સહિત પોરબંદર જિલ્લા ના લોકો ને આર્થિક રીતે ધંધા રોજગાર માં મદદરૂપ બની શકે તેમ છે

બાઈટ ધ્રુવીત ગઢિયા (પ્રવાસી જેતપુર )
બાઈટ રામભાઈ કરગઠિયા (સ્થાનિક)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.