પોરબંદરઃ જિલ્લામાં રહેતા આયુર્વેદિક નિષ્ણાત સનત જોશીએ જણાવ્યું કે, કોરોના જેવી મહામારીની સામે ટકવા માટે સાવચેતી અને સલામતી રાખવીએ માત્ર એક ઉપાય છે, ત્યારે ભારતીય સંસ્કૃતિના આયુર્વેદિક પદ્ધતિ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને કાવો જેને હર્બલ ટી પણ કહી શકાય તે અકસીર સાબિત થઈ રહ્યો છે.
અનેક લોકો આ આયુર્વેદિક ઉકાળા અને કાવાનું સેવન કરી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતાં કોરોના જેવા ભયંકર રોગમાંથી મુક્તિ પણ મેળવી રહ્યા છે. તો સેનિટાઇઝેશનની પ્રક્રિયામાં અમુક હર્બર્લનો ઉપયોગ કરી તેનો ધૂપ કરવાથી પણ કોરોના વાઇરસને દૂર કરી શકાય છે, આથી આયુર્વેદ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કાવાના સેવનથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ રહ્યો છે. આ સમયેએ માત્ર એક ઉપાય છે.
પોરબંદરમાં લોકડાઉન શરૂ થયું તે દિવસથી અત્યાર સુધી પોતાના ઘરે કાવો બનાવી અલગ અલગ પોલીસ મથક અને પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનોને તથા અન્ય લોકોને વિનામૂલ્યે કાવો પીવડાવવા પોરબંદરના ખાપટમાં રહેતા રવિભાઈ કવા અને નાગજણ મોઢવાડીયા નામના બે યુવાનો દરરોજ સેવા આપી રહ્યા છે, પોલીસ જવાનોએ આ યુવાનોનો આભાર માન્યો હતો.