ETV Bharat / state

લોકડાઉન-4: ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર કોરોનાના કારણે લોક

વિશ્વભરમાં કોરોનાનો કહેર છવાયો છે. અને ભારત ભરમાં પણ લોકડાઉન 4 ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં આવેલા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિર પણ બંધ કરવામાં આવ્યું છે. જેની અસર પ્રવાસન પર પણ પડી છે. અનેક પ્રવાસીઓથી સતત ઉભરાતું આ કીર્તિમંદિર આજે સુમસામ છે.

લોકડાઉન  4 :  ગાંધીજીનું  જન્મ સ્થળ કીર્તિ મંદિર કોરોનાના કારણે લોક

author img

By

Published : May 29, 2020, 3:38 PM IST

પોરબંદરઃ પોરબંદર એટલે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા સુદામાની નગરી. પૌરવેલા કુલનું પ્રાચીન નામ ધરાવતી આ નગરી આશરે હજાર વર્ષ ઉપરાંતથી અસ્તિત્વ ધરાવે છે. સંશોધન મુજબ ઈસ 990 એટલે કે, વિક્રમ સંવત 1046ની શ્રાવણી પૂનમે આ નગરની સ્થાપના થઈ હતી.

લોકડાઉન 4 : ગાંધીજીનું જન્મ સ્થળ કીર્તિ મંદિર કોરોનાના કારણે લોક

ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના સાગર કિનારે પોરબંદર અનેક બાબતો માટે પ્રસિદ્ધ છે. પોરબંદરને નામના અપાવનાર વિશ્વ વંદનીય વિભૂતિ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એટલે કે, મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભૂમિ તરીકે પોરબંદર વિશ્વવિખ્યાત છે. અહિંસા અને સત્યના હથિયારોથી વિશ્વને ઝુકાવનાર સાબરમતીના સંત આ પાવન ભૂમીના સંતાન છે.

ગાંધીજીનું જન્મસ્થળ બે ભાગમાં વિભાજીત છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી જન્મ્યા હતા. તે મૂળ જન્મ સ્થળ તથા બીજું બાપુને આદરાંજલિ આપવા માટે બનાવાયેલું મંદિર એટલે કે, કીર્તિ મંદિર પ્રથમ બાપુના મૂળ જન્મ સ્થળની મુલાકાત લઇએ આ મકાન ગાંધીજીના પ્રપિતામહ હરજીવન હરિદાસ ગાંધીએ ઇ.સ 1777માં પોરબંદરના એક બ્રાહ્મણ મહિલામાં ગંગાજી મહેતા પાસેથી ખરીદ્યું હતું.

1944માં જ્યારે ગાંધીજીને આખરી વાર આગાખાન મહેલમાં કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા, ત્યારે પોરબંદરના રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ મહેતાએ પૂજ્ય બાપુને પંચગીની ખાતે રોકાણ કરવા વિનંતી કરેલી અને આ રોકાણ દરમિયાન તેઓના તથા પોરબંદરના મહારાજા નટવરસિંહ જે તેઓને પોરબંદરની પ્રજાની લાગણી પહોંચાડવા જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના માનમાં એક સુંદર સ્મારક બનાવવા ઈચ્છે છે. અને તેઓ પોતે સ્વ હસ્તાક્ષરમાં પોતાનો જન્મ સ્થળનું મકાન શેઠ નાનજી કાલિદાસને વહેંચવા સહમત હોવા અંગેનો સ્પેશિયલ પાવર રજીસ્ટર માણેકલાલ અમૃતલાલ ગાંધીને કરી આપે છે.

ગાંધીજીના મૂળ જન્મ સ્થળની બાજુમાં જ ભવ્ય અને દિવ્ય માર્ગ બનાવવાની યોજના શરૂ થાય છે. નાનજીભાઈ કાલિદાસ વિશે આ કીર્તિમંદિર પરિસરનું નિર્માણ કરાવ્યું અને વાસ્તુકલા પરશોતમભાઈ મિસ્ત્રીએ તૈયાર કરેલી છે. મંદિરની શિલાન્યાસ વિધિ 1947માં દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈના હસ્તે થયેલી અને રાત દિવસ અથાક પરિશ્રમ કરી સખત મહેનતના ફળ સ્વરૂપે ભવ્ય નિર્માણ બે વર્ષના અંતે પૂર્ણ થઇ શકયું હતુ.

પૂજ્ય બાપુના જન્મસ્થાનને અડીને 750 ચોરસ મીટર ક્ષેત્રફળમાં નિર્માણ પામેલ પૂજ્ય ગાંધીજીના ભવ્ય સ્મારકને કિર્તિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. કલા કારીગીરીને આકર્ષક નમૂનારૂપ મંદિર શિખર સુધીની ઊંચાઈ 79 ફૂટ રાખવામાં આવી છે. જે ગાંધીજીના જીવન કાળ આયુષ્ય 79 વર્ષના પ્રતિક સ્વરૂપે છે. પૂજ્ય ગાંધીજી જીવનભર ગુલામી કરી વહેમ અંધશ્રદ્ધા અને કુરિવાજો અને અંધારાને ઉલેચવા માટે પરિશ્રમ કરતા રહ્યા હતા. તેના પ્રતિક સ્વરૂપે શિખર ઉપર માટીના કોડીયાના આધારે 79 પ્રજ્વલિત દિપક ગોઠવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગાંધીજી જીવનભર સર્વધર્મ સમભાવની તરફેણ કરતા હતા. તેને ચરિતાર્થ કરવા માટે આ મંદિરના નિર્માણમાં મુખ્ય ધર્મો બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ અને પારસી ધર્મના વિવિધ પ્રતીકો ઉપયોગમાં લેવાયેલા છે. ગાંધીજીએ એક શરત રાખી હતી કે, હું ભગવાન બનવા નથી માગતો, મારી પાછડ ધૂપ-દીપ, દીવો ,અગરબત્તી ,આરતી કશું જ થવું જોઈએ નહીં. હરિજન સેવા માટે એક પેટી રાખજો બીજું કશું નહીં. આથી અહીં પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય કસ્તુરબાના સંપૂર્ણ કદના પહેલી ચિત્રો પોરબંદરના એક પ્રસિદ્ધ ચિત્રકાર નારાયણ ખેર દ્વારા ચિત્રિત કરીને રાખવામાં આવેલી છે. તથા પૂજ્ય બાપુના ચરણોમાં સત્ય અને અહિંસાનું લખાણ કરવામાં આવેલું છે.ગાંધીજી હંમેશા કહેતા માય લાઇફ ઇઝ માય મેસેજ તેના પ્રતિક સ્વરૂપે તેમના ચિત્રો ખુલ્લી કિતાબના સ્વરૂપમાં મુકેલા જોઈ શકાય છે. આ સ્મારક આજે કોરોનાના કારણે બંધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.