પોરબંદર: જિલ્લાની લિયો ક્લબ પોરબંદર પલ્સ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી 1 હજારથી વધુ તુલસીના રોપાનુ શહેરીજનોને વિતરણ કરાયુ.
આયુર્વેદમાં તથા અન્ય ઘણી રીતે તુલસીનો ઉપયોગ થાય છે. લોકો પુજા અર્ચનાથી લઇને ઉકાળામાં પણ તુલસીના પાનનો ઉપયોગ કરતા હોય, ત્યારે શહેરીજનો તુલસીના પાન ખાઇને તંદુરસ્ત રહે તથા રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરાયુ હતુ.
આ દરમિયાન ક્લબના સભ્યોએ તથા રોપા લેવા માટે ઉપસ્થિત રહેલા શહેરીજનોએ માસ્ક પહેરવાની સાથે આપસમાં સામાજિક અંતર જાળવ્યુ હતુ.