પોરબંદર: લોકડાઉન 4 માં ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ બસની યાત્રા મંજૂરીમાં નિયમો પાડીને યાત્રા કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પોરબંદર એસટી ડેપો પરથી કુલ 6 બસ દોડશે, જે 12 ટ્રીપ કરશે. પોરબંદર, માધવપુર, કુતિયાણા અને રાણાવાવ સુધી જશે અને સવારે 8 થી સાંજે 6 સુધી આ બસ સુવિધા ચાલુ રહેશે. પરંતુ બરડા પંથકમાં આ બસ સુવિધા શરૂ ન કરતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. મોટાભાગના ખેડૂતો બરડા પંથકના હોય અને પોરબંદરમાં ખેતી માટે ખરીદી કરવા આવતા જતા હોવાથી તેઓને ખાસ બસની સુવિધાની જરૂર પડે છે. આથી વહેલી તકે આ બસ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
પોરબંદરમાં બસ સુવિધા શરૂ, પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું
ભારતમાં કોરોનાની મહામારીની સામે લડવા લોકડાઉન-4 અમલમાં મુકવામાં આવ્યું છે. પરંતુ હવે સરકારે મોટા ભાગની છૂટછાટ આપી છે. જેમાં બસ સુવિધાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના પોરબંદર જિલ્લામાં પણ પ્રવાસી અન્ય શહેરમાં જઈ શકે તે માટેની બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. તમામ પ્રવાસીનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, બસ સ્ટેન્ડ પર ટિકિટ વિતરણ કરી પ્રવાસીઓને જવા દેવામાં આવે છે.