- સ્વ.રાજીવ ગાંધીની સ્મૃતિમાં ક્રિકેટ કપ-2021નું આયોજન કરાયું
- ચોપાટી રામદેવપીર ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી મેચ
- મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરાઈ
પોરબંદર: જિલ્લા NSUI આયોજિત ટુર્નામેન્ટ દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની સ્મૃતિમાં ક્રિકેટ કપ-2021નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા/કોલેજ અને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓની 16 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો પ્રારંભ 17 માર્ચના રોજ ચોપાટી રામદેવપીર ગ્રાઉન્ડ ખાતે થયો હતો. ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓ પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી પોતાની ટીમને ફાઇનલ મેચ સુધી પહોચાડવા જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: NSUI પોરબંદર દ્વારા રાજીવ ગાંધી કપ 2021નું આયોજન થયું
માધવાણી કોલેજે 9 વિકેટથી જીત મેળવી
સ્વ.રાજીવ ગાંધી કપ-2021 ક્રિકેટ ટુર્નામેન્ટ કે. એચ. માધવાણી કોલેજ અને જયશ્રી સરસ્વતી સ્કૂલ વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં, સરસ્વતી સ્કૂલે પહેલા બલ્લેબાજી કરી 10 ઓવરમાં 77/8 રન કર્યા હતા. જેમની સામે માધવાણી કોલેજે 5.5 ઓવરમાં 83/1 રન કરી 9 વિકેટથી જીત મેળવી હતી. આ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા બદલ નઝીમ કાટેલિયાને મેન ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો અને તેમને ટ્રોફી એનાયત કરાઈ હતી. ફાઇનલ મેચમાં નઝિમ કાટેલિયા દ્વારા 47 રન કરી ટીમમાં સારું રમવા બદલ મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરાઈ હતી.
આ પણ વાંચો: પોરબંદરના યુવાનની એશિયાઈ થાઇ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી
દિવ્યાંગ બાળકોના હાથે ટ્રોફી એનાયત કરાઈ
ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અને તેમને શુભેચ્છા આપવા માટે જિલ્લા પ્રમુખ નાથા ઓડેદરા, શહેર પ્રમુખ પરિમલ, યુથ પ્રમુખ ધર્મેશ પરમાર યુવક કોંગ્રેસના આનંદ પુજાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને મુખ્ય મહેમાન તરીકે શિશુકુંજમા અભ્યાસ કરતા વિશિષ્ટ શક્તિ ધરાવતા દિવ્યાંગ બાળકોના હાથે ટ્રોફી એનાયત કરાઈ હતી. તેમજ, રનર્સઅપ ટીમને પાગાબાપા આશ્રમના પરમહંસો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સતત 4 સીઝન કરવા બદલ પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ અને તેમની સમગ્ર NSUI કુણાલ રજવાડી, જયદિપ સોલંકી,ઉમેશરાજ બારૈયા,જય ઓડેદરા,સુરજ બારોટ અને યશ ઓઝાને અભિનંદન પાઠવ્યાં હતા.