ધારાસભ્ય બાબુ બોખિરીયાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે, પડદા પાછળ રહી કોંગ્રેસ ખારવા સમાજમાં વૈમનસ્ય ફેલાવી રહી છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડિયા જણાવ્યું છે કે, લોકસભા બેઠક પોરબંદરના ઉમેદવાર લલિત વસોયા ખારવા સમાજની પંચાયત મઢી ખાતે ખારવા આગેવાનોને મળવા ગયા હતા જે એક પ્રચારની રુટીન પ્રક્રિયા હતી. વધુમાં તેમણે કહ્યુ કે, બાબુ બોખીરીયા માછીમાર સમાજ વિરોધી માનસિકતા ધરાવે છે. તેમના પ્રત્યે દુરાગ્રહ રાખતા હોવાથી ખારવા સમાજે તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ બોખરીયાએ ખારવા સમાજમાં બે ભાગલા પાડી નાખ્યા છે.
હાલમાં પોરબંદરના રાજકારણમાં આ મુદ્દાને લઇને ગરમાવો જોવા મળી રહ્યો છે. તેથી જોવુ રહ્યુ કે, ખારવા સમાજ કઈ પાર્ટી તરફથી મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, ખારવા સમાજના 25 હજારથી વધુ મતદારો પોરબંદર લોકસભા બેઠક પરથી મતદાન કરવાના છે. તેથી જે પક્ષ ખારવા સમાજમાં વિશ્વાસ ઉભો કરી શકશે તેની તરફ આ સમાદ મતદાન કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.