પોરબંદર: જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇશ્વરિયા ગામે 8 વર્ષનો બાળક રવિ તેના મિત્ર સાથે જતો હતો. તે દરમિયાન ઈશ્વરીયા ગામના ઇકબાલ નામના શખ્સે આવી છરી બતાવી તેનું અપહરણ કર્યું હતું. બનાવથી પરિવાર ચિંતામાં મુકાયો હતો નાના એવા ઈશ્વરીયા ગામમાં સમાજના આગેવાનો એકત્રિત થઈ ગયા હતા. તમામ બાબતે પોલીસને જાણ કરી હતી.
પિતા પાસે માંગ: આરોપી ઈકબાલ બાળકનું સવારે 10.40 કલાકે બાઇકમાં અપહરણ કર્યા બાદ બાળકના પિતાને ફોન કરી તેની પાસે માંગણી કરી હતી. જેના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીના મોબાઈલ નંબર મેળવી લોકેશન મેળવ્યું હતું. એસ.પી એ જિલ્લામાં પાંચ ટિમ બનાવી નાકાબંધી કરી પોરબંદર ના એસ.પી ભગીરથસિંહ જાડેજાએ જિલ્લામાં નાકાબંધી કરી હતી. પાંચ ટીમ બનાવી હતી. આરોપી તેનું લોકેશન સતત બદલાવતો હતો.
આરોપીનો પીછો: આરોપીનું લોકેશન લાલપુર નજીક બતાવતા પોરબંદર પોલીસે આ ઓપરેશનમાં જામનગર અને દ્વારકા પોલીસની પણ મદદ લીધી હતી. અંતે એક્ઝેટ લોકેશન મળતા પોલીસ ટીમે રાત્રીના સમયે સિમ વિસ્તારમાં 5 થી 7 કિ મી ચાલીને આરોપીનો પીછો કર્યો હતો. આરોપીને બાળક સાથે લાલપુરની સીમમાંથી ઝડપી લીધો હતો.આરોપીએ બાળકને અપહરણ બાદ કોઈ પ્રકારની ઇજા પહોંચાડી ન હતી. બાળકને વેફર્સ ખવડાવી હોવાનું બાળકે જણાવ્યું હતું.
પહેલા ભગાડી ગયો: સમગ્ર બાબતમાં આરોપીએ રવિની મોટી બહેન સેજલને એકાદ મહિના પહેલા ભગાડી ગયો હતો. ત્યારબાદ સેજલ ઇકબાલ સાથે છેડો ફાડી સમાધાન કરી ઘરે પરત આવી હતી. તેના અન્ય પુરુષ સાથે લગ્ન પણ થઈ ચૂક્યા છે.આથી આરોપીને બાળકના પિતા પાસેથી સેજલને પરત આપવા માંગ કરી હતી. અને દીકરાને લઈ જવાનો ફોન કર્યો હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.