પોરબંદરમાં માછીમારો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા મત્સ્ય બંદર માટે માંગ કરવામાં આવી હતી. જેના પગલે સરકારે કુછડી ગામ પાસે ફેસ 2 નવું બંદર બનાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ માછીમારો માટે આ સ્થળ દૂર પડતું હોય અને બોટની અસલામતી હોવાથી માછીમારોએ માપલાવાળી વિસ્તારમાં બંદર બનાવવાની માંગ કરી છે. અહીં નવું બંદર ફેસ 2 બનાવવા પોરબંદર ખારવા સમાજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 2018માં માંગ કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સર્વેનો આદેશ પણ આપ્યો હતો.
આ સર્વેની કામગીરીમાં પોરબંદર ખારવા સમાજના પ્રમુખ અને આગેવાનોની ટિમ સાથે રાખવામાં આવે તેવી માંગ ખારવા સમાજ દ્વારા કરવામાં આવી છે. જેથી માછીમારોને પસંદગીનું નવું બંદર મળી શકે તેવી આશા ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ભાઈ ખુદાઈ અને આગેવાનોએ વ્યક્ત કરી હતી.