ભારતીય પંચાગ મુજબ વહાણવટાના 365 દિવસ એટલે કે વર્ષ બુધવારના રોજ જ પૂર્ણ થયું હતું. તો ગુરૂવારના રોજથી નવા વર્ષનો પ્રારંભ થયો હતો. જેને પગલે ખારવા સમાજ દ્વારા દરિયા દેવની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ પણ દરિયાકાંઠે ધૂપ-દીપ કરવા ઉપરાંત દરિયા દેવને ખાંડ અર્પણ કરે છે. ત્યારબાદ વહાણવટાનો પ્રારંભ થાય છે. ખારવા સમાજ દ્વારા વર્ષોથી આ પરંપરા ચાલાવવામાં આવી રહી છે.
આમ તો, વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે તે દિવસે વહાણવટાનો વ્યવસાય કરતા અને વહાણના કેપ્ટન (માલમ) ખારવા સમાજની મઢીએ જાય છે. જ્યાં ખારવા સમાજના વાણોટને દરિયા દેવના પૂજન માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. તો તેમની ઉપસ્થિતિમાં જ દરિયા દેવનું પૂજન કરવામાં આવતું હોય છે. જો કે આજથી કોટવાલ પણ બદલાય છે.
જો કે ચોમાસુ એટલે માછીમારો માટે ઓફ સીઝન જે 10 જુનથી 15મી ઓગષ્ટ સુધી વહાણવટાના ધંધા સાથે જોડાયેલા માછીમારો તથા બોટમાલિકો ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી. તો આ દરમિયાન બોટના સમારકામ સહિતના અન્ય કામોમા સમય ગાળતા હોય છે. ત્યારબાદ નાળીયેરી પૂનમના દિવસે બોટને દરિયામાં વહાણવટા માટે લઈ જવાય છે.
"દરિયા દેવ ભલે તમે ખારા હોય પણ તમને આ સાકરનો પ્રસાદ ધરીને તેમને પ્રાર્થના કરીએ છીએ કે અમારી રક્ષા કરજો અને ધંધામાં બરકત આપજો" આવી પૂજા અને પ્રાર્થના ખારવા સમાજે અસ્માવતી ઘાટ ખાતે દરિયા દેવ સમક્ષ કરી હતી. વહાણવટાને 365 દિવસ પૂરા થાય છે. તેથી આજથી નવા વર્ષનો પ્રારંભ થતો હોવાથી પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું.
ખારવા સમાજનો વ્યવસાય આમ તો વહાણવટાનો છે. જે 356 દિવસ પૂરા થયા બાદ આજથી વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય છે. જેમને ખારવા સમાજ ‘નારોજ’ કહે છે. વહાણવટાનું નવું વર્ષ શરૂ થાય એટલે પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે.
.