પોરબંદરઃ શિયાળાને પૂર્ણ થવામાં હજી એક મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પોરબંદરમાં અત્યારથી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અહીં ખંભાળા, બિલેશ્વર અને કાટવાણાના આંબામાં ભર શિયાળે કેરી આવી છે. ત્યારે અહીં એક કિલોના 900 રૂપિયા ભાવ બોલાવ્યો હતો.
આ પણ વાંચો Kutch News: તાઇવાનના ગુલાબી જામફળની ખેતી હવે થઇ રહી છે કચ્છમાં, કોઈપણ સીઝનમાં મળે છે આટલો ભાવ
પ્રતિ કિલો 900 રૂપિયા ભાવઃ ઘણા ફળફળાદી અને પાક એવા હોય છે, જે ઋતુ પ્રમાણે ઉગતા હોય છે. સામાન્ય રીતે શિયાળામાં બોર અને મકાઈ ઝીંઝરા પોક બજારમાં મળતા હોય છે. મોટા ભાગે કેસર કેરી ઉનાળામાં આંબા પર આવતી હોય છે, પરંતુ પોરબંદરના માર્કેેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરી આવતા 900 રૂપિયા કિલો એટલે એક બોક્સના 9,000 રૂપિયા ભાવ હરાજીમાં બોલાયો હતો.
શિયાળામાં પણ લોકો ખાય છે કેરીઃ પોરબંદરમાં ફળના વેપારી નીતિન દાસણીએ જણાવ્યું હતું કે, આ વખતે શિયાળામાં બીજી વાર કેરીનો ફાલ પોરબંદર નજીકમાં હનુમાન ગઢમાં આવક થતા માર્કેટિંગ યાર્ડમાં 10 કિલો કેરીની આવક થઈ હતી. તેમ જ હરાજીમાં 900 રૂપિયે કિલો ભાવ બોલાયો હતો, જેથી એક બોક્સમાં 10 કિલો કેરી આવે છે. એટલે કે એક બોક્સના 9,000 રૂપિયા ભાવ થયો હતો. અગાઉ 500 રૂપિયા કિલો કેસર કેરી વેચી હતી હવે લોકો કેસર કેરી શિયાળામાં પણ લોકો ખાઈ શકશે .
NRI લોકોમાં કેસર કેરી ની માંગ વધુ, વિદેશમાં મગાવે છે કેરીઃ ફળના વેપારી નીતિન દસાણીએ જણાવ્યું હતું કે, આ ઈતિહાસમાં પહેલી વાર આટલી સપાટીએ કેરીનો ભાવ ગયો છે. તાલાળામાં પણ કેસર કેરીનો આટલો ભાવ હોતો નથી અને એ પણ શિયાળામાં ખાસ કરીને શિયાળાનું વાતાવરણ કુદરતી રીતે માફક આવી જતા કુદરતી રીતે પહેલીવાર આંબામાં ફળ આવ્યા છે. તેમ જ નેચરલ રીતે કેરી પાકે છે ત્યારે વિદેશમાં વસતા NRI લોકો આ કેરી ખાવાનું વધુ પસંદ કરે છે અને 6 નંગ તથા 12 નંગના પેકેટમાં પણ તેઓ કેરી ખરીદવાનું વધારે પસંદ કરે છે. આ કેરીના સ્વાદમાં કોઈ ફેરફાર નથી સેમ અગાઉના ફાલ જેવો જ ટેસ્ટ છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા અન્ય વેપારીઓ પણ આ કેરીના ઐતિહાસિક ભાવથી ખુશી વ્યક્ત કરી હતી.