પોરબંદર: બાંગ્લાદેશ પ્રવાસ દરમિયના (Indian Test team against Bangladesh) વન ડે શ્રેણી બાદ ટેસ્ટ મેચની શ્રેણી રમનાર છે. આ શ્રેણીમાં ભારતીય 2 ટેસ્ટ મેચ રમાનારી છે. ભારતીય ક્રિકેટ ટીમમાંથી 12 વર્ષ અગાઉ પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટ મેચ રમનારા જયદેવ ઉનડકટને (Jaydev Undkat) બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ માટે સ્થાન આપવામાં આવ્યું છે. ટેસ્ટ મેચમાં તે મોહમ્મદ શમ્મીનું સ્થાન લેશે.
12 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટીમનો હિસ્સો હતો: 2010માં જયદેવે (Jaydev Undkat selection in Team India) ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 12 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ટીમ ઈન્ડિયામાં જયદેવ સામેલ હતો અને જ્યાં સેન્ચ્યુરિયન ટેસ્ટનો હિસ્સો રહ્યો હતો. જોકે ત્યાર બાદ તેને ફરીથી રેડ બોલ ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો નહોતો. આમ હવે 12 વર્ષ ના લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયા માટે ફરીથી ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા મળી શકે છે.
પ્રમુખે પાઠવી શુભકામના: પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસિયેશન (Porbandar District Cricket Association) પ્રમુખ રણછોડભાઈ શિયાળ અને રાજેશભાઇ જાડેજા એ ખૂબજ સારો દેખાવ કરીને ભારત ની ટીમ ને જીત અપાવે એવી શુભકામના પાઠવી હતી.