- કોરોના મહામારીના કારણે શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ રદ
- મોટી સંખ્યામાં ભક્તો ઘરેથી રોટલા બનાવી મંદિરે અર્પણ કરી જાય છે
- જલારામ સેવા સમિતિ દ્વારા બુંદી-ગાંઠિયાના 5 હજાર પેકેટનું વિતરણ
પોરબંદર: પોરબંદરમાં આ વર્ષે કોરોનાની મહામારીના કારણે પોરબંદર જલારામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.
જલારામ બાપાની 221મી જયંતી નિમિતે પોરબંદરમાં રોટલા મનોરથ યોજાયો જાણો જલારામ બાપાનો ઇતિહાસ‘દેનેકો ટુકડા ભલા લેનેકો હરિ નામ, જય જલારામ’ સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા.જલારામ બાપાની 221મી જયંતી નિમિતે પોરબંદરમાં રોટલા મનોરથ યોજાયો 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે.આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છેએક દિવસ એક સાધુ ત્યાં આવ્યાં અને તેમને રામની મૂર્તિ આપી અને ભવિષ્ય વાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામે તે રામની મૂર્તિની ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનની મૂર્તિ મળી આવી. આ સાથે ત્યાં સીતા અને લક્ષમણની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું. આ બધુ કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો. એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નહીં. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છેપોરબંદરમાં પણ રઘુવંશી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવાય છે જલારામ જ્યંતીપોરબંદર માં જલારામ સેવા સમિતિ અને રઘુવંશી સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. જેથી 5000 થી વધુ ગુંદી ગાંઠિયાના પેકેટ જલારામ મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને વિતરણ કરવામાં આવ્યા હતા.રઘુવંશી સમાજ ની મહિલા ઓ દ્વારા રોટલા મનોરથ યોજાય છેપોરબંદરમાં આવેલા જલારામ બાપાના મંદિરે જલારામ સેવા સમિતિ દ્વારા રોટલા મનોરથનું આયોજન કરાયું હતું. જેમાં રઘુંવશી સમાજની મહિલાઓ ઘરેથી રોટલા બનાવી જલારામ બાપાના મંદિરે અર્પણ કરી જાય છે. જલારામ સેવા સમિતિના પ્રમુખ પ્રફુલ કોટેચાના જણાવ્યા અનુસાર 2000 થી પણ વધુ રોટલા આજે મહિલાઓ દ્વારા જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યા છે. આ રોટલા પ્રસાદનું વિતરણ બપોરે આરતી બાદ કરાઈ છે.