અમદાવાદ : આ વિશે વાત કરતાં બિઝનેસ મીટીંગના ચેર પર્સને જણાવ્યું કે, ઉડાન અંતર્ગત બે દિવસ મહિલાઓ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે ફેશન શો યોજાશે અને બીજા દિવસે શહેરની વીમન સેલિબ્રિટીઝ સાથે પેનલ ડિસ્કશન અને એવોર્ડ સેરેમની યોજાશે, ત્યારબાદ બપોરે મહિલાઓના કાયદા અને એપને લઈને ટોક શો ઉપરાંત કેન્ડલ મેકિંગ વર્કશોપ અને કૂકીંગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગામડાઓ કે પછી ઘરથી બિઝનેસ કરતી મહિલાઓને ઉડાન ક્લબમાં પ્લેટફોર્મ આપવામાં આવે છે. તેવી મહિલાઓ પોતાની પ્રોડક્ટને એક સીટ કરે અને તેમના બિઝનેસને લઈને આગળ વધવાનો પણ મોકો મળે.