ETV Bharat / state

ભારતીય બોટની પાકિસ્તાનમાં હરાજી કરાઇ, ભારતીય માછીમારોમાં રોષ - indian fishermen

પોરબંદર: પાકિસ્તાનમાં ભારતીય જળસીમા પરથી પકડાયેલી બોટોની હરાજી કરવામાં આવી છે. આ મામલે પોરબંદરના માછીમારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. કારણ કે, ભારતીય જળસીમા પરથી ભારતીય બોટોનો જ ઉપયોગ કરીને પાકિસ્તાન દ્વારા ભવિષ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી.

gfg
gfg
author img

By

Published : Jan 19, 2020, 11:02 PM IST

પાકિસ્તાનમાં કુલ 1090 જેટલી ભારતીય બોટ ભારતીય જળસીમા પરથી જપ્ત થયેલી છે. જે માંથી 400 થી 500 જેટલી બોટ વ્યવસ્થિત રીતે ચાલતી હોવાથી પાકિસ્તાન સરકારે આ તમામ ભારતીય બોટોની હરાજી કરી હોવાનું જાણવા મળ્યું છે અને પાકિસ્તાનના માછીમારોએ જ આ બોટ ખરીદી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદરમાં આ હરાજીનો માછીમારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભારતીય બોટની પાકિસ્તાનમાં હરાજી કરાઈ

પાકિસ્તાનમાં 450 જેટલા ભારતીય માછીમારો કેદ છે તથા 1090 બોટ છે. જેમાંથી અન્ય બોટોને ભંગારમાં ખાલસા કરી દેવામાં આવે છે, તેવી જ રીતે ભારતીય બોટનો ઉપયોગ કોઈપણ પાકિસ્તાનનો નાગરિક ન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પોરબંદરના માછીમારોએ જણાવ્યું છે.

ભૂતકાળમાં મુંબઈ બ્લાસ્ટની ઘટનામાં કસાબ દ્વારા ભારતીય જળસીમા પરથી ઘુસીને પોરબંદરના જ માછીમારની ભારતીય કુબેર બોટનો ઉપયોગ કર્યો હતો. આમ, જો પાકિસ્તાનમાં ભારતીય બોટની અરજી થાય તો ભવિષ્યમાં ક્યારેક પાકિસ્તાનીઓ દ્વારા આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી શકે છે. આથી, આ તમામ પ્રવૃત્તિઓ રોકવા માટે પાકિસ્તાનમાં ભારતીય બોટોની હરાજી બંધ કરવામાં આવે તેવી વિનંતી ભારતીય માછીમારોએ કરી છે.

Intro:ભારતીય બોટ ની પાકિસ્તાન માં હરાજી કરાઈ : ભરતીય માછીમારો એ રોસ વ્યક્ત કર્યો

તાજેતરમાં પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાનમાં ભારતીય જળસીમા પર થી પકડાયેલી બોટોની ની હરાજી કરવામાં આવી છે જ્યારે આ મામલે પોરબંદરના માછીમારો માં રોષ ભભૂકી ઉઠયો છે કારણ કે ભારતીય જળસીમા પર થી ભારતીય બોટો નો જ ઉપયોગ કરીને પાકિસ્તાન દ્વારા ભવિષ્યમાં ક્યારેય પણ આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે તેમ છે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. હાલ પાકિસ્તાનમાં 450 જેટલા માછીમારો કેદ છે તથા ૧૦૯૦ બોટમાંથી અન્ય બોટોને ભંગારમાં ખાલસા કરી દેવામાં આવે છે તેવી જ રીતે ભારતીય બોટનો ઉપયોગ કોઈપણ પાકિસ્તાનનો નાગરિક ન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પોરબંદરના માછીમારોએ જણાવ્યું હતું

Body:તાજેતરમાં પાકિસ્તાનમાં કુલ ૧૦૯૦ જેટલી ભારતીય બોટ ભારતીય જળસીમા પર થી જપ્ત થયેલી છે જેમાંથી ચારસોથી પાંચસો જેટલી બોટ વ્યવસ્થિત રીતે ચાલતી હોવાથી પાકિસ્તાન સરકારે આ તમામ ભારતીય બોટો ની હરાજી કરી હોવાનું જાણવા મળ્યું છે અને પાકિસ્તાનના માછીમારોએ જ આ બોટ ખરીદી હોવાનું જણાયું છે પરંતુ આ હરાજીનો ઉગ્ર વિરોધ માછીમારોએ કર્યો છે કારણકે ભૂતકાળમાં મુંબઈ બ્લાસ્ટની ઘટનામાં કસાબ દ્વારા ભારતીય જળસીમા પર થી ઘુસી ને પોરબંદરના જ માછીમારની ભારતીય કુબેર બોટનો ઉપયોગ કર્યો હતો આમ જો પાકિસ્તાનમાં ભારતીય બોટ ની અરજી થાય તો ભવિષ્યમાં ક્યારેય પણ પાકિસ્તાનીઓ દ્વારા આ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ પણ થાય તો કહેવાય નહીં આથી આ તમામ પ્રવૃત્તિઓ રોકવા માટે પાકિસ્તાનમાં ભારતીય બોટો ની હરાજી બંધ કરવામાં આવે તેવી વિનંતી ભારતીય માછીમારો એ કરી છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.