ETV Bharat / state

પોરબંદરમાં 74મા આઝાદી પર્વની ઊજવણી કરાઈ

author img

By

Published : Aug 15, 2020, 4:40 PM IST

પોરબંદરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે શનિવારે જિલ્લા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી કલેકટર એન.એમ. મોદીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. જોકે કોરોનાની મહામારીના પગલે સંસ્કૃતિક કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા હતા.

પોરબંદરમાં 74 માં સ્વતંત્રતા પર્વની ઊજવણી કરાઈ

પોરબંદરઃ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શનિવારે સવારે 9 વાગ્યાથી જિલ્લા કલેકટર એન.એમ. મોદી દ્વારા ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશ મોરી સહિત જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી સહિત તમામ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી પર્વની ઉજવણી સમયે જિલ્લા કલેકટર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, આપણી સામે સૌથી મોટો પડકાર કોરોનાનો છે. આ કપરા સમયમાં સરકારે ઇકોનોમી પુનઃ વેગવંતી કરવા વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. તેના અસરકારક અમલ માટે ટીમ પોરબંદર કટિબદ્ધ છે. સુરખાબી પોરબંદરના નગરજનો માટે પ્રવાસન વિભાગ દ્વારા 40 કરોડથી વધુના ખર્ચે જળાશયના કિનારે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારી ઉદ્યોગ પ્રગતિ કરે તથા બોટ માલિકોને વધુ આર્થિક લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા જિલ્લાના બોટ માલિકોને વર્ષ 2020માં ડીઝલ સેલ ટેક્સ રિફંડ પેટે રૂપિયા 35 કરોડ 80 લાખથી વધુ રકમનું ચૂકવણું કરાયું છે. blue revolution સ્કીમ અંતર્ગત ડીપ સી. ફિશિંગ બોટ બનાવવાની યોજના અને 10 જેટલા બોટ માલિકોને બે કરોડ 46 લાખની સહાય આપવામાં આવી છે.

ગામડાઓના વિકાસ માટે મહત્વનું યોગદાન પૂરું પાડતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છેવાડાના માનવીને ઘરનું ઘર આપવાની સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓ રંધાવન જેવા બને તે માટે કાર્ય કરી રહ્યું છે. મનરેગા યોજના હેઠળ જિલ્લામાં 150000 માનવદિન ઉત્પન્ન થયેલા છે. જેમાં 285 લાખથી વધુ રકમની સિદ્ધિ હાંસલ થયેલી છે.

આ ઉપરાંત 2020-21 દરમિયાન બહેનોના 18 નવા સ્વસહાય જૂથ બનાવાયા છે. બે ગામ સંગઠનને રૂપિયા 14,00,000 કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ covid 19માં આવેલું છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 2019માં 2240 લાભાર્થીને એક કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં વિદ્યાર્થીઓ ઘરે બેસી અભ્યાસ કરી શકે તે માટે હોમ લર્નિંગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના ઓડદર અને હેલાબેલી ગામ ખાતે માધ્યમિક શાળાની જરૂરિયાતો ચાલુ વર્ષથી આ બંને ગામ ખાતે નવી સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ જવાનોના પરેડનું નિરીક્ષણ કલેકટર દ્વારા કરવામાં આવ્યું હતું અને કોરોના સામે લડતા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આઝાદી દિવસ નિમિત્તે અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.