- ઘણા વર્ષોથી અટવાયેલા પ્રશ્નનો આવ્યો નિકાલ
- 1 કરોડ 60 લાખની લાઈટથી થશે ફલાયઓવર પર રોશની
- સાંસદ રમેશ ધડુક અને ધારા સભ્ય બાબુ બોખીરિયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત
પોરબંદર: સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ પર લાઈટની અનેક વાર લોક માગ ઉઠી હતી પરંતુ નેશનલ હાઇવે કેન્દ્ર સરકારના હસ્તક છે અને લાયઓવર શહેરમાં હોવાને કારણે લાઈટ બિલ ભરવા માટે સમસ્યા ઊભી થઈ હતી અંતે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાએ તે લાઈટ બિલ ભરશે તેવું સ્વીકાર્યુ છે તેમ જણાવી મંગળવારે સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાએ ફલાયઓવર પર લાઈટના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પણ વાંચો: 100 કરોડના ખર્ચે થશે શિવરાજપુર બીચનો વિકાસ, મુખ્યપ્રધાને કર્યું ખાતમુહૂર્ત
1 કરોડ 60 લાખના ખર્ચે લાઈટ લગાવાશે
સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, પોરબંદરના સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ પર 117 જેટલી લાઈટ લગાવવામાં આવશે અને આ કાર્ય બે મહિના સુધી ચાલશે. લોકોને જલ્દી જ આ સુવિધાનો લાભ મળશે.
આ પણ વાંચો: ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર વિસ્તારમાં જેટીનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત