ETV Bharat / state

પોરબંદરમાં માત્ર 10 પાસ અને નકલી ડોક્ટર બનીને સારવાર કરતા આરોપીને પોલીસે ઝડપ્યો - કેપ્સુલ

કેટલાક ગુનેગારો તો એટલી હદ પાર કરી દે છે કે કેટલીક વાર નકલી પોલીસ, નકલી અધિકારી તો કેટલીક વાર નકલી ડોક્ટર બનીને લોકોને લૂંટતા હોય છે. પોરબંદરમાં પણ માત્ર 10 ધોરણ ભણેલો એક વ્યક્તિ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસે ડોક્ટરની કોઈ ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે લોકોને દવાઓ અને ઈન્જેક્શન આપતો હતો. પણ બીજા અન્ય લોકોને લૂંટે તે પહેલા પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.

પોરબંદરમાં માત્ર 10 પાસ અને નકલી ડોક્ટર બનીને સારવાર કરતા આરોપીને પોલીસે ઝડપ્યો

author img

By

Published : Dec 30, 2020, 11:34 AM IST

  • પોરબંદરમાં ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો
  • જ્યૂબેલી વિસ્તારમાં આવેલી ચારણ કન્યા છાત્રાલય પાસે ચલાવતો હતો દવાખાનું
  • ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ બોગસ તબીબ અનેકના આરોગ્ય સાથે કરતો હતો ચેડા
  • પોલીસે રેડ પાડી ઈન્જેકશન કેપસ્યુલ મળી રૂ. 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

પોરબંદરઃ પોરબંદર પોલીસને બાતમી મળી હતી કે, જ્યુબલી વિસ્તારમાં ચારણ કન્યા છાત્રાલય પાસે બોગસ તબીબ પોતાનું દવાખાનું ચલાવે છે. આથી પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી નકલી ડોક્ટર વલ્લભદાસ મગનલાલ વાઘેલા (ઉં.વ. 60) મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે તેનો અભ્યાસ ચેક કરતા જાણવા મળ્યું કે તે તો માત્ર ધોરણ 10 પાસ છે અને કોઈ પણ જાતના ડોક્ટરની માન્ય યુનિવર્સિટીની લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં બોગસ ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોને કેપ્સુલ તથા ઈન્જેક્શન આપતો હતો. એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ રૂ 58 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આરોપીને જ્યુબલી વિસ્તારમાંથી પકડી પાડ્યો

જૂનાગઢ રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ પોરબંદર પોલીસે બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. તે દરમિયાન જ પોલીસને બાતમી મળતા પોલીસે પોરબંદરના જ્યુબલી વિસ્તારમાં જઈ દરોડા પાડ્યા અને આ નકલી ડોક્ટરને પકડી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.