ETV Bharat / state

Porbandar Illegal Mining Case: ગેરકાયદેસર ખનન કેસમાં સરપંચ સહિત 16 ફરાર, 33 ની અટકાયત - Illegal mining case

પોરબંદરમાં SMC દ્વારા કરાયેલ દરોડામાં કૂછડી ગામે ગેરકાયદેસર ખનન પ્રકરણમાં અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. smc ના દરોડામાં 4.34 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. તપાસ દરમિયાન દોઢ કરોડનો મુદામાલ ઝડપાયો છે.

Porbandar Illegal Mining Case: ગેરકાયદેસર ખનન કેસમાં સરપંચ સહિત 16 ફરાર, 33 ની અટકાયત

author img

By

Published : Feb 21, 2023, 4:06 PM IST

પોરબંદર: ઘણા સમયથી ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. જેની વિગતો અને ફરિયાદો અનેક વાર કરવામાં આવતી હોય છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં 14- 2- 2023 તથા 15- 2 -2023 ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોરબંદરના કુછડી ગામે દરોડા પાડવામાં આવ્યા. બિલ્ડીંગ લાઈનસ્ટોન ખનીજના અનઅધિકૃત ખનનમાં 15 જેટલી ખાણો મળી આવી છે.

પોલીસ ફરીયાદ: ત્રણેય પોલીસ ફરીયાદમાં માપ મુજબની માપણી શીટો પોરબંદરની કચેરીના સર્વેયર દ્વારા તૈયાર કરી પોલીસ ફરીયાદ દાખલ કરાઈ છે. માપણી બાદ વસુલવાપાત્ર રકમ અંગેનો અહેવાલ ભુસ્તરશાસ્ત્રી દ્વારા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનને પાઠવી હતી. પોલીસ ફરિયાદ મુજબના આરોપીઓ તથા અન્ય તપાસમાં ખુલવા પામે છે. તમામ સંડોવાયેલા શખ્સો પાસેથી ચોક્કસ રકમની વસુલાત કરવામા આવશે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ બાદ આગળ ની કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવશે-- અરેઠીયા (વિભાગના અધિકારી)

આ પણ વાંચો Porbandar Crime : લગ્ન પ્રસંગમાં મહેમાનો વચ્ચે ચોરીને અંજામ આપતી મહિલા ઝડપાઈ

શખ્સોની અટકાયત: 33 જેટલા શખ્સોની અટકાયત પણ કરાઈ છે. આ ઉપરાંત મશીનરી સિઝ કરવામાં આવી હતી. આ સાથે ત્રણ ફરિયાદ નોંધાઇ છે. 14- 2- 2023 તથા 15- 2 -2023 ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ તથા ખાણ ખનીજ કચેરીની ટીમ સાથે રાખી સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં બિલ્ડીંગલાઇમસ્ટોન ખનીજના બિનઅધીક્રુત ખનન/વહન/સંગ્રહ અંગેની તપાસ કરાઇ હતી. તપાસ દરમ્યાન બિનઅધીક્રુત ખનન અંગેના કુલ-15 ખાડાઓમા મળી આવેલ હતા. જેમાં મશીનરીને સીઝ કરી વીસાવાડા આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવેલ હતી. આ પ્રકરણ માં 36 આરોપી ને જેલ હવાલે કરાયા છે.કૂછડી ના સરપંચ નાગાભાઈ સહિત 16 આરોપી આ કેસમાં હજુ ફરાર છે.તેમ કીર્તિમંદિર પોલીસ અધિકારી વિજયસિંહે જણાવ્યું હતું.

આ પણ વાંચો Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડ પોરબંદર ખાતે પ્રાદેશિક સ્તરના દરિયાઈ સર્ચ અને રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરાયુ

3 પોલીસ ફરીયાદ: પોરબંદરના કુછડી ગામે smcના દરોડામાં 4.34 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાય છે. જેમાં તપાસ કરતા દોઢ કરોડનો મુદામાલ ઝડપાયો છે. બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ચોરી અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે કુલ-3 પોલીસ ફરીયાદ દાખલ થયેલ છે. જેની સંયુક્ત તપાસ/માપણી સ્ટેટ મોનીટરીંગની ટીમ સાથે ખાણ ખનીજ પોરબંદર ક્ચેરીના સર્વેયર મારફ્તે કરવામા આવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.