- ફક્ત પોરબંદર શહેરનો હાઇડ્રો મીટીઓરોલોજીકલ રીઝીલન્ટ એકશન પ્લાન તૈયાર કરાશે
- તરુ એજન્સી તથા વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ વચ્ચે થયો પરિસંવાદ
- નેશનલ સાયકલોન રીસ્ક મીટીગેશન અંતર્ગત યોજાયો વર્કશોપ
પોરબંદરઃ નેશનલ સાયકલોન રીસ્ક મીટીગેશન પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત NDMA દ્રારા ગુજરાત રાજ્યમાં ફક્ત શહેરનો હાઇડ્રો મીટીઓરોલોજીકલ રીઝીલન્ટ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. જેની કામગીરી તરૂ લીડીંગ એડ્ઝ તથા આર.એચ.ડી.એચ.વી એજન્સીને સોંપવામાં આવી છે. આ કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં એજન્સીનો સ્ટાફ, જિલ્લાનાં અધિકારીઓ તથા માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વર્કશોપમાં અસરગ્રસ્ત વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ વિશે કરાઇ ચર્ચા
વર્કશોપમાં તરૂ એજન્સી તથા પોરબંદર જિલ્લાના પાણી પુરવઠા વિભાગ, કોસ્ટગાર્ડ, સિંચાઇ વિભાગ, પી.જી.વી.સી.એલ, ફિશરીઝ વિભાગ, નગરપાલિકા સહિતના વિભાગોના અધિકારીઓ વચ્ચે પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં જિલ્લા તથા શહેરમાં ભૂતકાળમાં આવેલી કુદરતી આપત્તિની અસર તથા તેને નિવારવા કરેલી કામગીરી અને વિવિધ મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોની ભૌગોલિક સ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા કરી હતી.
જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ વર્કશોપમાં કલેક્ટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંક, મામલતદાર સાવલીયા, અર્જૂન ચાવડા સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના અધિકારીઓ તથા તરૂ એજન્સીના બીનુ મૈથ્યુ, તેજસ પટેલ, નિરવ ત્રિવેદી, અક્ષય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ફક્ત પોરબંદર શહેરનો હાઈડ્રો મીટીઓરોલોજીકલ રીઝીલન્ટ એકશન પ્લાન તૈયાર કરાશે
નેશનલ સાયકલોન રીસ્ક મીટીગેશન પ્રોજેક્ટ ફેઝ-૨ અંતર્ગત NDMA દ્રારા ગુજરાત રાજ્યમાં ફક્ત પોરબંદર શહેરનો હાઇડ્રો મીટીઓરોલોજીકલ રીઝીલન્ટ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. જેની કામગીરી તરૂ લીડીંગ એડ્ઝ તથા આર.એચ.ડી.એચ.વી એજન્સીને સોંપવામાં આવી છે. જે કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયો હતો. વર્કશોપમાં એજન્સીનો સ્ટાફ તથા જિલ્લાનાં અધિકારીઓ તથા માછીમાર સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના એક માત્ર પોરબંદર શહેરનો હાઇડ્રો મીટીઓરોલોજીકલ રીઝીલન્ટ એકશન પ્લાન તૈયાર કરાશે