ETV Bharat / state

પોરબંદરમાં BSUP આવાસ યોજના અંતર્ગત 283 આસામીઓને આવાસની ફાળવણી કરાઈ, કોંગ્રેસે ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ - BSUP Housing Scheme

BSUP આવાસ યોજના અંતર્ગત પોરબંદર નગરપાલિકા દ્વારા 2020 માં 150 અને 198 મળી કુલ 348 આસામીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા. બુધવારે કમ્યુટરાઇઝ ડ્રો મારફતે પોરબંદરના બિરલા હોલ ખાતે 248 આસામીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા પરંતુ ડ્રોમાં નામ ન આવતા વંચીત મહિલાઓએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. કોંગ્રેસે આ કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો.

Gujarat News
Gujarat News
author img

By

Published : Sep 8, 2021, 8:43 PM IST

  • પોરબંદરમાં BSUP આવાસ યોજના અંતર્ગત 283 આસામીઓને આવાસની ફાળવણી કરાઈ
  • કોંગ્રેસે ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ
  • ડ્રોમાં વંચિત આસામી મહિલાઓએ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી
  • પોરબંદર કોંગ્રેસે ઇમારતો જર્જરિત હોવાનો કર્યો આક્ષેપ

પોરબંદર: BSUP યોજના અંતર્ગત 2020 માં જે લોકોએ 5000 રૂપિયા ભર્યા હતા તેવા આસામીઓને પ્રથમ ડ્રોમાં 150 રહેણાંક અને બીજા ડ્રોમાં 198 મળી કુલ 348 રહેણાંક ફાળવવામાં આવ્યા હતા. જેમાં 45 હજાર રૂપિયા સરકારની ગ્રાન્ટમાંથી મળતા હતા પરંતુ કોઈ કારણોસર ગ્રાન્ટ ન આપવામાં આવતા જે આસામીઓએ આ યોજનામાં 50,000 ભર્યા હતા તેવા 283 લોકોને પોરબંદરના બિરલા હોલ ખાતે આવાસની ફાળવણી સાંસદ રમેશ ઘડૂક અને ધારાસભ્ય બાબુ બોખીરિયાના હસ્તે કરવામાં આવી હતી. ડ્રોમાં વંચીત મહિલાઓ ડ્રો સ્થળે એકત્રિત થઈ સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. ધારાસભ્ય બોખીરિયાએ વંચીત માટે આગામી સમયમાં ડ્રો થશે તેમ જણાવ્યું હતું.

પોરબંદરમાં BSUP આવાસ યોજના અંતર્ગત 283 આસામીઓને આવાસની ફાળવણી કરાઈ

આવાસો જર્જરિત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનવવામાં આવેલા આવાસોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસના રામદેવ મોઢવાડીયાએ કર્યો હતો અને આવાસ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપવામાં આવતા આવસો જર્જરીત બન્યા હોવાનું પણ જણાવી રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા 45,000 રકમની ગ્રાન્ટની ફાળવણી વહેલી તકે આપવામાં આવે તો વધુમાં વધુ વંચીતોને ઉપયોગી થશે તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.