ETV Bharat / state

Holi Rasiya Program: સાંદિપની આશ્રમમાં હોળી રસિયા કાર્યક્રમ યોજાયો, વ્રજથી આવેલ રસિયા મન મૂકીને નાચ્યાં

પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના જાણીતા હાસ્ય કલકાર સાંઈરામ દવે પણ હોળી રસિયાઓ સાથે ઝૂમી ઊઠ્યા હતા. સાંદિપની આશ્રમના ઋષિકુમારો પણ રસતરબોળ થઈ ગયા હતા. ભક્તજનોને ગુલાલ તથા ગુલાબની પાંખડીઓ ઉડાડતા આનંદ અને ઉલ્લાસમાં મગ્ન થઈ ગયા હતા.

વ્રજથી આવેલ રસિયા મન મૂકીને નાચ્યાં
વ્રજથી આવેલ રસિયા મન મૂકીને નાચ્યાં
author img

By

Published : Mar 10, 2023, 11:52 AM IST

વ્રજથી આવેલ રસિયા મન મૂકીને નાચ્યાં

પોરબંદર: હોળી એટલે અસત્ય પર સત્યનો વિજય મહિમા અને મનમાં રહેલ રાગદ્વેશને ભૂલી આનંદ અને ઉલ્લાસનો તહેવાર દેશભરમાં હોળી બાદ ધુળેટીનો તહેવાર ઉજવાય રહ્યો છે. ત્યારે પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે સાંદિપની આશ્રમ હરિ મંદિર ખાતે હોળી રસિયા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકો મન મુકીને નાચ્યાં હતા ફૂલ ડોલથી તમામ લોકોને હરિરસમાં ભીંજવી દીધા હતા.

વાતાવરણ વૃંદાવનમય: પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે આવેલ હરિમંદિરમાં આજે હોળીના બીજા દિવસે ધુળેટીનો ઉત્સવની અલગ રીતે ઊજવણી કરવામાં આવી હતી. વ્રજથી આવેલ રાસ મંડળીએ ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને ગોપીઓની વેશભૂષા ધારણ કરી ગોપી રાસ રમ્યા હતા. તો સાથે સાથે સંગીતની સુરાવલીઓ પણ લહેરાઈ હતી. હરિમંદિરમાં પધારેલ તમામ ભક્તગણ આ રાસલીલા જોઇ જાણે શ્રી કૃષ્ણ પોતે રાસ રમવા આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. વાતાવરણ વૃંદાવનમય બની ગયું હતું. ભક્તજનોને ગુલાલ તથા ગુલાબની પાંખડીઓ ઉડાડતા આનંદ અને ઉલ્લાસમાં મગ્ન થઈ ગયા હતા.

આ પણ વાંચો: World Sleep Day 2023 : ઊંઘનું મહત્વ સમજવા વિશ્વ ઊંઘ દિવસની ઉજવણી, જાણો કેટલી ઊંઘ છે જરુરી

સાંઈરામ દવે ઝૂમી ઉઠ્યા: હોળી રસિયા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા હાસ્ય કલકાર સાંઈરામ દવે પણ હોળી રસિયાઓ સાથે ઝૂમી ઊઠ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે પ્રહલાદની જીતની ખુશીમાં આપણે આ તહેવાર ઉજવીએ છીએ. આ પ્રહલાદની શ્રધ્ધાની જીત છે. હોલિકાના ખોળામાંથી પ્રહલાદ બહાર નીકળ્યા હતા. આમ આપણા શાસ્ત્રો મુજબ આ તહેવાર એટલા માટે ઉજવણી કરવામાં આવે છે કે દુઃખી માણસ ફરીથી ખુશ રહે અને જીવનની રિધમમાં પાછો ફરે. સાંદીપનીમાં પ્રથમ વખત ભગવાનની સાક્ષીમાં અને ભાઈશ્રીની નિશ્રામાં આ પ્રકારની હોળી રમવાનો અવસર મળ્યો છે જેનાથી ધન્યતા અનુભવું છું.

આ પણ વાંચો: Mob lynching in Jharkhand: હોળીમાં રંગ લગાવવાની ના પાડતા ગુંડાઓએ વૃદ્ધ મહિલાને માર માર્યો

ઋષિકુમારો રસતરબોળ: આ પ્રસંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે કેવી રીતે રેતીમાંથી ચકલી દાણા ચૂંટી લે છે તેવી રીતે મનુષ્યએ પણ આનંદની શ્રુષ્ટિમાં પોતાના જીવનમાં કૃષ્ણ તથા રાધારાણીને હદયમાં રાખી ખુશીના દાણા ચૂંટી લેવા જોઈએ અને આનંદરૂપી ખોરાક લેવો જોઈએ. જેના માટે આ તહેવારો ઉજવાય છે. પોરબંદરના અનેક લોકોએ આવી વ્રજના હોળી રસિયાનો કાર્યક્રમ ઉત્સાહ ભેર ઉજવ્યો હતો. સાંદિપની આશ્રમના ઋષિકુમારો પણ રસતરબોળ થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.