પંચમહાલઃ શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ શહેરાના આચાર્ય ડૉ. દિનેશકુમાર માછીને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ 2016ના શ્રેષ્ઠ પુસ્તકનો પ્રથમ ક્રમનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તાજેતરમા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ સમારંભ યોજાયો હતો. જેમાં પ્રિન્સિપાલ ડૉ. દિનેશ માછીએ લખેલા વિવેચન પુસ્તક "પ્રસ્થાનત્રયી પરના શાંકરભાષ્યમાં મળતા નિર્વચનો"ને પ્રથમ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
ડૉ. દિનેશ માછીએ સમગ્ર ગુજરાત સંસ્કૃત અધ્યાપક મંડળ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળ, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિસ્તાર આચાર્ય મંડળ તેમજ સરકારી વિનયન કોલેજ શહેરાના સૌ-સ્ટાફ અને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી તેમજ સરકારી વિનયન કોલેજ શહેરાનું ગૌરવ વધાર્યુ છે.