હરિદ્વાર જતા પદયાત્રીઓને નશામાં ધૂત ટ્રક ચાલકે કચડી નાખતા 4 નામોત 2ને ઇજા મળતી વિગત મુજબ બુધવારના રોજ પોરબંદરથી હરિદ્વાર પદયાત્રામાં જઈ રહેલા 15 લોકોનો સંઘ રાજસ્થાનના સુમેરપુરના નજીક સિરોહીથી પાલી બાજુ જય રહયો હતો. ત્યારે, એક ટ્રક ચાલક નશામાં ધૂત થઇને પુરપાટ ઝડપે આવી યાત્રાળુઓને જપેટમાં લઈ કચડી નાખ્યા હતા.
જયારે આ ઘટનામાં 4ના ધટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે 2 લોકો ગંભીર રાતે ઘયલ થયા હતા. જેને સારવાર માટે સુમેરપુરના મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે ટ્રક ચાલકને પોલીસે સુમેરપુર નજીકના બિરામી ટોલ પ્લાઝા પાસેથી પકડી લીધો હતો.