પોરબંદર : ભારતભરમાં કોરોના રોગના મેસેજ ફેલાયા છે, ત્યારે તંત્ર દ્વારા તમામ સત્તાના પગલાં હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે લોકોને પણ સતર્ક દાખવવા તંત્રએ અપીલ કરી છે. આ સાથે જ પોરબંદર જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ સહિત રેલવે વિભાગ પણ સતર્ક બન્યું છે. જેમાં રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરો માટે ટેમ્પરેચર સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
આ મુસાફરોમાં ટેમ્પરેચર વધુ હોય તથા કોરોનાના લક્ષણો જણાય તો તેને તુરંત જ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તેમજ આઇસોલેશન વોર્ડમાં તેમને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત કોરોના અંગેનો વિશેષ ટેસ્ટ પણ લેવામાં આવે છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યાં અનુસાર આગામી 22 માર્ચે જનતા કર્ફ્યુ માટે લોકોને સતર્ક કરવામાં આવ્યા છે, ત્યારે આગામી 22 માર્ચે પોરબંદરથી ઉપડતી પાંચ લોકલ ટ્રેન પણ રદ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવાયો છે.
જેમાં ટ્રેન નંબર
- 59212/59211 porbandar Rajkot porbandar
- 59214 /59213 porbandar bhanvad porbandar
- 59297/59298 porbandar kanalus porbandar
- 59297/59298 porbandar somnath porbandar
- 19571/19572 porbandar rajkot porbandar નો સમાવેશ થાય છે .
આ ઉપરાંત લોકોને બિન જરૂરી મુસાફરી ન કરવા જણાવાયું છે.