ETV Bharat / state

પોરબંદર: મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા ફિશરીઝ ગાર્ડની ભરતી કરાશે - Fishery guards will be recruited in Porbandar

પોરબંદર મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા ફિશરીઝ ગાર્ડની ભરતી કરવામાં આવશે. જેમાં ફક્ત માજી સૈનિકો અરજી કરી શકશે.

ETV bharat
પોરબંદર: મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્રારા ફિશરીગ ગાર્ડની ભરતી કરાશે
author img

By

Published : Aug 27, 2020, 10:34 PM IST

પોરબંદર: મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમકની કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર બોટની અવર જવર માટે ટોકન આપવાની કામગીરી માટે માસીક રૂપિયા 9 હજારના ફિક્સ વેતનથી 11 માસના કરાર આધારિત ફિશરીઝ ગાર્ડની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે માજી સૈનિકો (આર્મી તથા મિલિટ્રી ફોર્સ) ઉમેદવાર અરજી કરી શકશે.

ઉમેદવારો 15 દિવસની અંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, જુની કોર્ટ કમ્પાઉનડ, સુદામા ચોક પાસે, પોરબંદર-360575 સ્પીડ પોસ્ટ મારફત અરજી કરવાની રહેશે.

અરજી સાદા કાગળમાં ઉમેદવારે પોતાનું પુરૂનામ / સરનામુ (અટક પહેલા લખવી) તથા ડોક્યુમેન્ટ (સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો માર્કશીટ સહિત, ડિસ્ચાર્જબુક, આધારકાર્ડ)ની પ્રમાણીત નકલ બિડવાના રહેશે. (૨) લાયકાત (અ) ઉમેદવાર માજી સૈનિકો (આર્મિ તથા પેરા મિલિટરી ફોર્સ) માથી નિવૃત થયેલા હોવો જોઇએ (બ) ઉમર વધુમાં વધુ 48 વર્ષ હોવી જોઇએ (ક) શૈક્ષણીક લાયકાત ધોરણ-10 પાસ અને અંગ્રેજી તથા ગુજરાતી ભાષા લખતા વાંચતા આવડવું જોઇએ (ડ) માજી સૈનિકો (આર્મિ તથા પેરા મિલિટરી ફોર્સ)માં ઓછામાં ઓછી પાંચ વર્ષની ફરજ બજાવેલી હોવી જોઇએ. વધુ માહિતી માટે 2086-2215013 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.