ETV Bharat / state

બજેટમાં ડીઝલ ખરીદીમાં વેટ રીફંડમાં વધારો થતા માછીમારોમાં ખુશીની લહેર - happy

પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા મંગળવારે વિધાનસભાના વચગાળાના બજેટમાં રાજ્ય સરકારે પાક. જેલમાં રહેલા ખલાસીનું ભથ્થું બમણું કરવા સહિતના માછીમારોના હિત માટે કેટલાક ખાસ પગલા ભરતા પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મુખ્યપ્રધાનનો આભાર માન્યો હતો.

ફાઈલ ફોટો
author img

By

Published : Feb 28, 2019, 12:09 PM IST

પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ જાદવજીભાઈ પોસ્તરીયાએ મુખ્યપ્રધાનને પત્ર પાઠવીને જણાવ્યું કે, ગુજરાત રાજ્યસરકાર અને CM રૂપાણી હમેંશા માછીમારોનાં સર્વાંગી વિકાસ માટે ચિંતિત અને પ્રયત્નશીલ રહ્યા છે. માછીમારો અને મત્સ્ય ઉદ્યોગનાં આર્થિક વિકાસ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારા પર રહેતા અને મત્સ્ય ઉદ્યોગ પર રોજીરોટી મેળવતા લોકો માટે સરકાર વિવિધ યોજનાઓ લઈ આવ્યા છે.

જુઓ વિડીયો

મંગળવારે ગુજરાત રાજ્યનાં વચગાળાનાં બજેટમાં માછીમારો એક લીટર દીઠ ડીઝલ ખરીદી પર અત્યાર સુધી રૂ. ૧૨/ જેટલુ વેટ રીફંડ આપવામાં આવતુ હતુ. તેના બદલામાં હવે આગમી હિસાબી વર્ષની શરૂઆતથી આ વેટ રીફંડમાં વધારો કરી રૂ. ૧૫/ કરી રૂ. ૩/ જેવો વધારો કરવામાં આવેલ છે. તે માછીમાર તથા તેમના વ્યવસાય માટે આર્શીવાદ રૂપ સાબિત થશે. આ વેટ રાહતથી માછીમારોને માછીમારી કરવા માટે જે ખર્ચ થાય છે, તેમા ઘણો ઘટાડો થશે અને હાલમાં માછીમારીનો વ્યવસાય મૃતપ્રાય થવાની તૈયારીમાં હતો તે ફરી જીવંત અને વેગવંતો બનશે. જેની અસર સમગ્ર ગુજરાતનાં દરિયા કિનારા પર રહેતા અને મત્સ્ય ઉદ્યોગ પર નિર્ભર લોકોની રોજીરોટીમાં પણ વધારો થશે અને બેકારીનું પ્રમાણ પણ ઘટશે. સાથે જ પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમારોનાં પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ જ દયનીય બની છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી આવા પરિવારનાં ભરણ પોષણ માટે દૈનિક ભથ્થુ જયાં સુધી પાકિસ્તાનની જેલ માંથી મુક્ત થઈને ન આવે ત્યાં સુધી રૂ. ૧૫૦/ આપવામાં આવતુ હતુ, તે વધારીને બમણુ કરી રૂ. ૩૦૦/ જેટલું કરવામાં આવ્યું છે. તેથી પાકિસ્તાનમાં પકડાયેલ માછીમારોનાં પરિવારને પણ ઘણી આર્થિક રાહત મળશે, અને તેમના પરિવારનાં ભરણ પોષણમાં પણ સાનુકુળ અસર થશે.

undefined

Intro:Body:

બજેટમાં ડીઝલ ખરીદીમાં વેટ રીફંડમાં વધારો થતા માછીમારોમાં ખુશીની લહેર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.