ETV Bharat / state

Farmer Smartphone Subsidy Scheme: ગુજરાત સરકારની સ્માર્ટફોન યોજનાથી ખેડૂતો રાજીના રેડ - ખેડૂત કલ્યાણ યોજનાઓ ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી માટે આર્થિક સહાય (Farmer Smartphone Subsidy Scheme) આપવામાં આવી છે. સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ માટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જામનગર અને જૂનાગઢના ખેડૂતોએ રાજ્ય સરકારની આ યોજનાને આવકારતા પ્રતિક્રિયા આપી હતી.

Farmer Smartphone Subsidy Scheme:  ગુજરાત સરકારની સ્માર્ટ ફોન યોજનાથી ખેડૂતો રાજીના રેડ, હવે આંગળીના ટેરવે મેળવશે ખેતીલક્ષી માહિતી

author img

By

Published : Feb 23, 2022, 5:46 PM IST

પોરબંદર: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજના (Farmer Smartphone Subsidy Scheme)ના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણ (Distribution of aid to Porbandar farmers) જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરી તથા જિલ્લા પંચાયત ખાતે યોજાયો હતો. મોબાઇલ ખરીદીના આધાર પુરાવા રજૂ કરનારા પોરબંદર જિલ્લાના 20 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.12 લાખથી વધુ રકમની સહાય જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સહાય ચુકવવામાં આવી હતી.

પોરબંદર જિલ્લાના 20 લાભાર્થી ખેડૂતોને રૂપિયા 1.12 લાખથી વધુ રકમની સહાય આપવામાં આવી.

મોબાઇલ દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી મેળવી શકાશે

જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, પોરબંદર જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ફોન ખરીદી માટે આર્થિક સહાય આપવામાં આવી છે. ખેડૂતો આ મોબાઇલના માધ્યમથી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ (Farmer oriented schemes Gujarat Government)ની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકશે. જિલ્લા કલેકટર અશોક શર્માએ આ પ્રસંગે લાભાર્થી ખેડૂતોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ખેડૂતો સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ ખેતી માટે કરે તે ખુબજ જરૂરી છે. સ્માર્ટ ફોનના માધ્યમથી ખેડૂતો 'આઇ ખેડૂત પોર્ટલ' (ikhedut portal 2022)પરથી વિવિધ યોજનાઓની જાણકારી મેળવી શકશે.

આ પણ વાંચો: Farmers smartphone subsidy scheme : સરકારે કેટલા ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય આપી ને ખર્ચો શેમાં પાડ્યો જાણો

મોબાઇલનો સ્માર્ટ ઉપયોગ કરી શકાશે

હવામાન ખાતાની આગાહી (Meteorological Department Forecast Gujarat), વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી અને નિયંત્રણની તકનીકી સહિતની જાણકારી મેળવીને મોબાઇલનો સ્માર્ટ ઉપયોગ કરી શકાશે. જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ લાભાર્થી ખેડૂતોને જણાવ્યું કે, ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ (Farmer Welfare Schemes Gujarat)ની જાણકારી મેળવવાની સાથે ખેડૂતો નવીનતમ ખેત પદ્ધતિ વિશે વિસ્તારથી જાણકારી ઘરે બેઠા મેળવી શકશે.

આ પણ વાંચો: LIVE : ગાંધીનગર ખાતે ખેડૂતોને સ્માર્ટફોન સહાય વિતરણ કાર્યક્રમ

ખેડૂતો અને મહાનુભાવોએ રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યું

સ્માર્ટફોન દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓની જાણકારી મેળવી શકશે.

ખેડૂતો સહિત મહાનુભાવો તથા અધિકારીઓએ આ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા કૃષિ પ્રધાન રાઘવજીભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એમ.કે જોષી, જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન પરમાર, નાયબ ખેતી નિયામક ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન વિભાગ વિભાગના સમાચારોથી પણ અપડેટ રહેશે

ખેડૂતોને મોબાઈલથી શું શું ફાયદા થશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જામનગર પંથકના ખેડૂતો મોબાઈલ લોન યોજના (Farmer Smartphone Subsidy Scheme Jamnagar)થી ખુશ છે, કારણ કે ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી આ મોબાઈલમાંથી મળી રહે છે. તો હવામાન વિભાગના સમાચારો પણ તાત્કાલિક ખેડૂતોને મળતા ખેડૂતો પહેલેથી સાવધાન રહી શકે છે. સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર માવઠાઓ પડી રહ્યા છે, ત્યારે ખેડૂતોનો ઊભો પાક ક્યાંકને ક્યાંક વરસાદના કારણે બગાડતો હોય છે. જો કે મોબાઈલ લોન યોજનાથી ખેડૂતો વિવિધ સરકારી માહિતી મેળવી શકશે તેમજ ન્યુઝ સહિતની ઇન્ફોર્મેશન મેળવી શકશે અને હવામાન વિભાગ વિભાગના સમાચારોથી પણ અપડેટ રહેશે.

રાજય સરકાર સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે

Etv Bharat સાથેની વાતમાં કૃપાલસિંહ જાડેજા જણાવી રહ્યા છે કે, રાજય સરકાર સતત ખેડૂતોની ચિંતા કરી રહી છે. જગતનો તાત અપડેટ રહે તે માટે કૃષિ પ્રધાન હસ્તે ખેડૂત મોબાઈલ લોન યોજના જાહેર કરવામાં આવી છે તે ઉત્તમ છે, કારણ કે ખેડૂત પણ આધુનિક ટેક્નોલોજીથી જોડાઈને પરંપરાગત ખેતીને બદલે નવી ખેતી કરે તો ફાયદો થશે. તો ખેડૂત મુકુંદભાઈ સભાયા જણાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્ર પંથકમાં અવારનવાર કમોસમી વરસાદ પડે છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. જો ખેડૂતોને અગાઉથી જ કમોસમી વરસાદની જાણ હોય તો તેઓ પોતાના બાળકોને યોગ્ય જગ્યાએ ખસેડી દે તો નુકસાન થતું અટકી શકે છે. સાથે-સાથે ખેડૂત આધુનિક ટેકનોલોજી દ્વારા જીરો બજેટમાં ખેતી કેવી રીતે કરવી અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો તે આ મોબાઇલના માધ્યમથી જાણી શકશે.

ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ટ્રેનિંગ આપવી જરુરી

ભરતભાઈ કાનાબાર જણાવે છે કે, ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ લોન યોજના આપવામાં આવી રહી છે તે ઉત્તમ છે. પણ રાજ્ય સરકારે આ ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે ટ્રેનિંગ આપવી ખૂબ જરુરી છે, કારણકે ગ્રામ્ય પંથકના ખેડૂતો શિક્ષિત હોતા નથી જેના કારણે આ ખેડૂતો મુંઝવણમાં મુકાઇ જતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.