પોરબંદર: ફિશરીઝ ગાર્ડ તરીકે ફરજ બજાવતા પૂર્વ સૈનિક સંગઠનના આગેવાને જણાવ્યું હતું કે, 2005 થી વેતન વધારાની માગ કરી રહયા છે. અન્ય સરકારી વિભાગમાં કામ કરતા પૂર્વ સૈનિકોના પગાર 28000 છે. જ્યારે ફિશરીઝ વિભાગમાં ગાર્ડ તરીકે કામ કરતા પૂર્વ સૈનિકોના વેતન માત્ર 9000 રૂપિયા જ છે. જે અંગે અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ફિશરીઝ ગાર્ડ તરીકે જોડાયેલા માજી સૈનિકો વેતન વધારા બાબતે હડતાલ પર ઉતર્યા સેનાની નોકરીમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે બોર્ડર ઉપરની કામગીરી સહિત અને કપરી પરિસ્થિતિમાં કામ કર્યું છે. ત્યારબાદ પણ ફિશરીઝ ગાર્ડ તરીકે ફરજ બજાવતા સૈનિકો પોરબંદર જિલ્લામાં સમુદ્રમાં માછીમારો માટે દેશની સુરક્ષાનું માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. માછીમારી કરવા જતા હોય ત્યારે માછીમારોની ચકાસણી પણ કરવાની હોય છે. આ ઉપરાંત માછીમારોની પરમિશન પ્રક્રિયામાં પણ પૂર્વ સૈનિકો કાર્ય કરે છે. ત્યારે રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યા છે. તેવા સમયે અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે અને જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. પરિવારના ભરણપોષણ માટે માત્ર 9 હજાર રૂપિયામાંથી કેમ ગુજરાન ચલાવું તે મોટો પ્રશ્ન છે. આથી વેતનમાં વધારો કરવાની માગ ફિશરીઝ વિભાગમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોએ આજે કરી હતી. જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહી આવેે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે એમ પણ જણાવ્યું હતું.
ફિશરીઝ ગાર્ડ તરીકે જોડાયેલા પૂર્વ સૈનિકો વેતન વધારા બાબતે હડતાલ પર ઉતર્યા