પોરબંદર: જખૌ બંદર પાસે બુધવારે બપોરના 4:00 કલાકે ભારતીય તટ રક્ષકનું હોવરક્રાફ્ટ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે દરમિયાન લગભગ 1 કિલોના 4 પેકેટ ચરસ (લુના ટાપૂ) જખૌની નજીક શંકાસ્પદ પડેલા મળ્યા હતા.
આ ચરસની કિંમત લગભગ 6 લાખ રૂપિયા જેટલી થાય છે, છેલ્લા ઘણા દિવસથી ભારતીય તટ રક્ષક દળને આ ગતિવિધિની જાણકારી મળી રહી હતી અને આજે આ ચરસ મળી આવ્યું છે. જખૌ પહોંચ્યા બાદ આ પેકેટ મરીન પોલીસને આપવામાં આવશે અને તપાસમાં જોડાયેલ એજન્સી આ અંગે વધુ કાર્યવાહી કરશે તેમ ગાંધીનગર કોસ્ટ ગાર્ડના જન સંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.