પોરબંદરઃ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ મોરીએ વ્યસનથી આર્થિક અને સામાજીક કેવી રીતે નુકશાન થાય તે વિશે સવિસ્તૃત માહીતી આપી અને ગુજરાતની નશાબંધી નિતિને વળેલ પહેલુ રાજ્ય છે. તેમજ ગુજરાતની શાંતી અને સમૃધ્ધી નશાબંધી નીતીને આભારી છે અને હાલ કોવિડ-19 વાઈરસ મહામારીનેથી બચવા માટે સરકારી ગાડઇલાઇન્સ તમામ લોકોને અનુસરવા તથા સ્વસ્થતા ઉપર વધુ ભાર મુકવા જણાવ્યું હતું.
નશાબંધી અધિક્ષક પી.આર ગોહિલએ આભાર વિધી રજૂ કરી નશાબંધી વિશેના કાયદાઓની માહીતી આપી તેમજ કોઇ જગ્યાએ દારૂ દુષણ હોય તો ટોલ ફી નંબર 14405 પર ફરીયાદ કરવા જણાવ્યુ હતું અને આભાર વિધી રજૂ કરી કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નશાબંધી આબકારી ખાતાના સભ્ય નિમીષાબેન જોષીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી તેમજ અધિક્ષક નશાબંધી અને આબકારીના અધિક્ષક પી.આર ગોહિલ તેમજ સ્ટાફ કરમટાભાઇ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.