પોરબંદરઃ જિલ્લાના મોકર તથા ઠોયાણા સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ભોદ ગામમાં અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાયું હતું. નિયામક આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી પોરબંદરના માર્ગદર્શન હેઠળ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોકરના એમ.ઓ.વૈદ્ય કાર્તિક સોલંકી, સરકારી આયુર્વેદ હોસ્પિટલના ઠોયાણાના એમ.ઓ.વૈદ્ય સ્નેહા પરમારના સંયુક્ત ઉપક્રમે તથા ભોદ ગામના સરપંચ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, રાણાવાવના સદશ્યોના સહયોગથી ભોદ ગામમાં ઘરે-ઘરે તથા ખાણ વિસ્તારમાં કામ કરતા કામદારો અને નરેગા યોજના હેઠળ કામ કરતા કામદારોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે 5 દિવસ સુધી એક હજાર અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાયું હતું.
આ સાથે 7 દિવસ માટે કોમોરબીડ લોકોને સંશમની વટીનું વિતરણ કરલામાં આવ્યુ છે, સાથે જનજાગૃતિ અર્થે કોરોનાની જાણકારી પુરી પાડી હતી. ઉપરોક્ત કામગીરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ.