પોરબંદરઃ સમુદ્રના સાંનિધ્યમાં દિવ્યાંગો સહિત મોટી સંખ્યામાં લોકોએ (Disabled people did yoga in Porbandar) કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્રએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ આયોજન કર્યું હતું. ત્યારે અહીં 200થી વધુ દિવ્યાંગો (Disabled people did yoga in Porbandar), મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સહિત સામાજિક સંસ્થાના સભ્યોએ ભેગા મળીને યોગ કર્યા હતા. ત્યારે આ યોગ દિવસની ઉજવણીના આકાશી દ્રશ્યો જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.
આ પણ વાંચો-PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"
આ લોકો રહ્યા ઉપસ્થિત - આ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ધારાસભ્ય બાબુ બોખિરીયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, DDO સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ભેગા મળીને યોગ કર્યા હતા. તો અહીં દિવ્યાંગોએ (International Yoga Day 2022) યોગ કરીને અન્ય લોકોને યોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પણ વાંચો- International Yoga Day 2022: મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા
CMએ અમદાવાદમાં ઉજવ્યો યોગ દિવસ - મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી થઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. જ્યારે અન્ય પ્રધાનોએ પણ વિવિધ જિલ્લામાં યોગ દિવસ ઉજવ્યો હતો.