ETV Bharat / state

પોરબંદરમાં મેગા ડિમોલિશનના કારણે મુસ્લિમ સમાજમાં રોષ, પોલીસ પર પથ્થરમારો કરતા 27 લોકોની ધરપકડ - maritime security india

પોરબંદરમાં મુરાદશાહ પીરની દરગાહ (અણીયારી પીર)નું (Murad Shah Peer Dargah Porbandar) ડિમોલેશન કરાતા (Demolition in Porbandar) મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આ કાર્યવાહી બાદ ઉશ્કેરાયેલા ટોળામાંથી 27 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. ટોળાએ ખાપટ કર્મચારી સોસાયટી પાસે પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. ત્યારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં (udyog nagar police station) 125 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોરબંદરમાં મેગા ડિમોલિશનના કારણે મુસ્લિમ સમાજમાં રોષ, પોલીસ પર પથ્થરમારો કરતા 27 લોકોની ધરપકડ

author img

By

Published : Oct 8, 2022, 9:43 AM IST

પોરબંદર સરકાર દ્વારા દરિયાઈ પટ્ટી પર અનઅધિકૃત બાંધકામ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી (Demolition in Porbandar) હાથ ધરવામાં આવી છે. ત્યારે 3 ઓક્ટોબરે પોરબંદર જિલ્લામાંપણ વિવિધ 8 ગેરકાયદેસર બાંધકામ (illegal construction demolition) પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદરમાં ડિમોલેશન (Demolition in Porbandar) મામલે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી.

મુસ્લિમ સમાજમાં રોષ તંત્ર દ્વારા નોટિસ આપ્યાના બીજા જ દિવસે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરાતા મુસ્લિમ સમાજ રોષે ભરાયો હતો. ત્યારબાદ મેમણવાડાથી આ સમાજના લોકો બીજા દિવસે ડિમોલેશન કરાયેલા સ્થળ પર પહોંચ્યા હતા. ટોળાને ત્યાં પહોંચતા રોકવા પોલીસે પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ખાપટ કર્મચારી સોસાયટી પાસે પોલીસ કાફલો (Porbandar Police) પહોંચ્યો હતો, પરંતુ બેકાબૂ બનેલા ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો

પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત

પોલીસકર્મીઓ થયા ઈજાગ્રસ્ત પથ્થરમારામાં 5 પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. પોલીસે ટિયર ગેસના ત્રણ રાઉન્ડ ફાયરિંગ છોડી સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ 125 લોકો સામે નામજોગ અને અન્ય અજાણ્યા લોકો વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં (udyog nagar police station) ગુનો નોંધાયો હતો જેમાં 27 લોકો ની અટકાયત કરાઈ છે અને નામદાર કોર્ટ દ્વારા ગુન્હાની ગમ્ભીરતાને ધ્યાને લઈ જેલહવાલે કરાયા છે હાલ જિલ્લા પોલીસે (Porbandar Police) પરિસ્થિતિ કાબૂમાં લીધી છે.

જિલ્લામાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી જિલ્લાના તંત્ર દ્વારા દરિયાઈ સુરક્ષાને (maritime security india) ધ્યાને લઈને પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી (Demolition in Porbandar) હાથ ધરવામા આવી હતી. જિલ્લામાં ડિમોલેશનની કાર્યવાહીને લઈને 8 જેટલા સ્થળો પર દબાળ દૂર કરાયા હતા, જેમાં મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળનું ડિમોલેશન કરાતા શહેરના વાતાવરણમાં તંગદિલી જોવા મળી રહી છે. શહેરના મેમણવાડા વિસ્તારમાંથી નીકળેલા ટોળા પર પર કાબૂ મેળવવા માટે 3થી વધુ ટિયર ગેસ છોડવામાં આવ્યા હતા. ઘટનામાં પોલીસ અને ટોળા આમને સામને આવી જતા વાતાવરણ તંગ જોવા મળ્યું હતુ

બેકાબુ ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો જિલ્લાના મેમણવાડા વિસ્તારમાં મહિલાઓ તથા પુરૂષોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ટોળાને રોકવા પ્રયાસ કરતા બેકાબૂ ટોળાએ ઉદ્યોગનગર વિસ્તારમાં ડિમોલેશનની (Demolition in Porbandar) જગ્યા પર જવા આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથની પોલીસ અહીં ખડકી દેવાઈ હતી અને મેમણવાડામાં કોમ્બિંગ સાથે ફ્લેગ માર્ચ હાથ ધરાઈ હતી. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનું સિટી ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું.

SPએ અનેક વાર શાંતિ જાળવવા કરી હતી અપીલ પોરબંદર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીએ આ અંગે જણાવ્યું હતું કે, જે પણ રજુઆત હોય તેની યોગ્ય રીતે રજુઆત કરી કાયદો હાથમાં ન લેવા વારંવાર અપીલ કરવા છતાં ટોળું એકઠું થયું હતું. તેના કારણે ટોળા વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં (udyog nagar police station) ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. જ્યારે 125 જેટલા શખ્સો વિરૂદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં (udyog nagar police station) આઈપીસી કલમ 143, 145, 147, 148, 151, 152, 186, 332, 336, 337, 323, 324, 120 બી તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ 135 મુજબ નામ જોગ નો નોંધી આજે કલમ 308નો ઉમેરો કર્યો છે

27 લોકોની અટકાયત તો 27 લોકોની અટક કરી કોર્ટમાં રજૂ કરાયા હતા, જેને નામદાર કોર્ટે ગુનાની ગમ્ભીરતાને ધ્યાને લઇ જેલહવાલે કર્યા છે. જો કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશો તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે તેવી જિલ્લા પોલીસવડા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. નવરાત્રિ અને પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા 4 ઓક્ટોબરે 144 કલમ લાગૂ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં આવી જતા થોડા કલાકો બાદ 144 કલમ રદ કરાઈ હતી

રવિવારે રાત્રે જ ડિમોલેશન કરી નખાયું: મુસ્લિમ સમાજના આગેવાન સમગ્ર બાબતે મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઈબ્રાહિમ સંઘારે જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળ અંગેની નોટીસ 29 સપ્ટેમ્બરે મામલતદાર તરફથી અમને આપવામાં આવી (Demolition in Porbandar) હતી. તેને લઈને તેમણે શનિવારે જવાનું નક્કી કર્યું હતું, પરંતુ બીજા દિવસે રવિવાર હોવાથી કચેરી બંધ હોવાથી અમે સોમવારે રજૂઆત કરવા જવાનું નક્કી કર્યું હતું. જોકે, રવિવારે રાત્રે જ ધાર્મિક સ્થળ પર ડિમોલેશન કરી નાખવામાં આવ્યું હતું. અમે અમારા સમાજના યુવાનોને સમજાવીશું અને શાંતિ જળવાઈ રહે તેવી અપીલ કરી હતી. ઘર્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે અમને 10 જણાને દરગાહ પર ચાદર ચડાવવા માટે મંજૂરી મળી હતી. ત્યારબાદ સમાજના વધુ લોકો પણ ત્યાં આવવા લગતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે પણ સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.