- બે વર્ષના બાળક સહિત એક જ પરિવારના ચાર સભ્યો થયા હતા કોરોના સંક્રમિત
- ફરજ પ્રત્યેનો મારો જોમ અને જુસ્સો યથાવત છે: ડો. હિતેશ કરગટીયા
- કોરોના વોરિયર્સ પોતાની તથા પરિવારની ચિંતા કર્યા વગર સતત ફરજ બજાવી રહ્યા છે
પોરબંદરઃ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ ફરજ બજાવતા અને હાલ કોરોનાની કામગીરીમાં જોડાયેલા ડૉ. હિતેશ કરગટિયા તથા તેમના પત્નિ ડૉ. દિવ્યા મોકરીયા પોરબંદરમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓને કોરોના મુક્ત કરવા મહેનત કરી રહ્યા છે.
કોરોનામાં ફરજ બજાવતા કેટલાય ડોકટર્સ સંક્રમિત થયા
કોરોનાની મહામારીમાં સમય જોયા વગર કે રજા મૂક્યા વગર સતત ફરજ બજાવતા કેટલાય ડોકટર્સ અને તેઓના પરિવારજનો કોરોના સંક્રમિત થતા હોય છે.
આ પણ વાંચોઃ કોરોનાએ માતાપિતાની છત્રછાયા છીનવી, તેમ છતા આ ડૉક્ટર કરી રહી છે કોરોના દર્દીઓની સેવા
2 વર્ષના પુત્રને કોરોનાના લક્ષણ જણાતા રાહ જોયા વગર સારવાર આપવામાં આવી
ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છતા ફરજ પ્રત્યેનો તેમનો જોમ અને જુસ્સો ઓસરતો નથી. ડૉ. હિતેશે કહ્યુ કે, કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર સહિત કોરોનાની કામગીરીમાં જોડાયેલા હોવાથી ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય છે. સૈા પ્રથમ મારા 2 વર્ષના પુત્રને કોરોનાના લક્ષણ જણાતા રાહ જોયા વગર તુરંત રીપોર્ટ કરાવી સારવાર અપાવી હતી.
ફરજ પ્રત્યેનો મારો જોમ અને જુસ્સો યથાવત છેઃ ડૉ. હિતેશ
2 વર્ષના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના દરેક સભ્યએ રીપોર્ટ કરાવ્યો હતો. જેમાં હું, મારી પત્નિ ડો. દિવ્યા તથા 65 વર્ષના મારા પિતા કોરોના સંક્રમિત થયા હતા. જેથી અમે સારવાર મેળવી હોમ આઇસોલેટ થયા હતા. હાલ કોરોના મૂકત થતા ફરી દર્દીઓની સારવારમાં જોડાઇ ગયા છે. ફરજ પ્રત્યેનો મારો જોમ અને જુસ્સો યથાવત છે.
રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા હતા
ડો. દિવ્યાએ કહ્યુ હતું કે, અમારો રીપોર્ટ પોઝિટિવ આવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રજા મેળવી હોમ આઇસોલેટ થયા હતા. અમારો પરિવાર કોરોના મૂક્ત થતા હુ ફરજ પર ફરી પાછી જોડાઇ ગઇ છુ.
આ પણ વાંચોઃ હૈદરાબાદ: આકરા તાપમાં ફરજ નિભાવી રહેલા 'કોરોના વોરિયર્સ' ને આઈસક્રીમ વહેંચાઈ
પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત ફરજ બજાવી રહ્યા છે
અર્બન હેલ્થ સેન્ટર સુભાષનગરમાં કોરોનાનો ચેપ વધુ ન ફેલાય તથા જે સંક્રમિત છે તેઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે એક ડોકટર તરીકે પુરતા તમામ પ્રયાસ કરીને ફરજ બજાવુ છુ. પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત ફરજ બજાવી રહ્યા છે.