ગાંધીનગરઃ 2 જૂન, 2020ના રોજ નિસર્ગ ચક્રવાત(વાવાઝોડું) ગુજરાત અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારો પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ થઈ રહી છે. આ સંકટ સમયે કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્ય મથક(ઉત્તર પ્રદેશ), રાજ્ય સરકાર, મત્સ્ય વિભાગ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ડિઝાસ્ટર ડિસ્પોઝલ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે. હવામાન વિભાગે ગત અઠવાડિયે નિસર્ગ ચક્રવાત બની રહ્યું હોવાની જાણકારી આપી હતી. આવા સમયે કોસ્ટગાર્ડે જહાજ, એર લાઈન્સ અને માછીમારોને ઘરે પરત ફરવા માટે રેડિયો મારફતે સૂચન કર્યું હતું. તેમજ માલવાહક જહાજોને પણ કિનારાથી દુર રહી લંગર ન નાખવાની સલાહ આપી હતી.
મત્સ્ય વિભાગે ગુજરાત, દમણ અને દીવના માછીમારોને કોસ્ટગાર્ડે દરિયો ન ખેડવા સલાહ આપી હતી. જો કે, 1 જૂનથી માછીમારી પ્રતિબંધિત હોવાને કારણે નિસર્ગ ચક્રવાતથી ઓછું નુકસાન થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 3-4 જૂન 2020માં ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દમણના દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરી છે.
આ દરમિયાન 85-100 કિ.મી./કલાકની ઝડપે પવન સાથે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે. સંભવિત નિસર્ગ વાવાઝોડાના સંકટ સમયે દરિયાકાંઠા પર વસતા લોકોને સાવચેત રહેવાની જરૂર છે. કોસ્ટગાર્ડ વાવાઝોડાના કારણે સંભવિત જોખમી પરિસ્થિતિને પહોંચી વિમાન તેમજ જહાજો સંપૂર્ણરીતે સજ્જ છે.