- વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે સરકાર ખાસ પેકેજ જાહેર કરે તેવી રજૂઆત
- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ મુખ્યપ્રધાન પાસે કરી માંગ
- રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધુ નુકસાન
પોરબંદરઃ તાજેતરમાં ગુજરાતમાં આવેલા વાવાઝોડાએ અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી છે, ત્યારે રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં વધુ નુકસાન થયું છે. વાવાઝોડામાં અસરગ્રસ્તોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યપ્રધાન વિજય રુપાણી સમક્ષ રજૂઆત કરી છે.
અર્જુન મોઢવાડિયાએ મુખ્યપ્રધાનને વાવાઝોડા અસરગ્રસ્તોને રાહત પેકેજ આપવા કરી રજૂઆત
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)એ મુખ્યપ્રધાન(CM Rupani) વિજય રૂપાણીને રજૂઆતમાં જણાવ્યું છે કે, તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા(Taukte cyclone) અસરગ્રસ્તોના પોતાનું જીવન ટકાવી રાખવા પેકેજ જાહેર કરવું જોઇએ. જેમાં ખાસ કરીને ખેતીને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે. કેરી-ચીકુ નાળિયેર અને જામફળ સહિતના બાગાયતી પાકોને ખૂબ જ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત ખેડૂતોનો ઉનાળાનો ઉભો પાક તથા તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. તાકીદે આ બાબતે વળતર ચુકવવા માંગ કરી હતી. આ ઉપરાંત ગામડા શહેરોમાં છૂટક વ્યવસાય મજૂરી કારીગરી કામ કરતા લોકોનું જીવન ટકાવી રાખવા માટે કુટુંબના દરેક પુખ્ત વ્યક્તિ દીઠ રૂપિયા 500 પ્રતિદિન 15 દિવસ માટે કેશડોલ ચૂકવવા વિનંતી કરી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા DGVCL કંપનીની 40 ટીમ રો-રો ફેરી ખાતેથી ઘોઘા જવા રવાના
2012માં ગુજરાતમાં પાકો મકાનો બનાવવાની કરાઈ હતી જાહેરાત
વર્ષ 2012માં ગુજરાતમાં દરેક કાચા મકાનોની જગ્યાએ પાકા મકાનો બનાવી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ કામગીરી થઇ શકી નથી, આથી તમામ પાકા-મકાનો બનાવી આપવા અને પાકા મકાનોને નુકસાન સહાય આપવા વિનંતી કરી હતી. જે લોકોના મકાનો અંશતઃ અથવા સંપૂર્ણ પડી ગયા છે. તેમની ઘરવખરીને પણ નુકસાન થયું છે. ઘર-વખરી નુકસાન કે દરેક અસરગ્રસ્તોને રૂપિયા 20 હજારની સહાય આપવા વિનંતી કરી છે. ગીર બરડા અને આલોચના જૂનાગઢ, ગીર સોમનાથ તથા અમરેલી ભાવનગર સહિતના રાજ્યના માલધારીઓને પશુધન ઘાસચારા, પશુ નિવાસ અને વસાહતોને ખૂબ જ નુકસાન થયું છે. તેઓને પણ બાંધકામ સહાય માટે રાહત પહોંચાડવી જરૂરી છે.
આ પણ વાંચોઃ તૌકતેના કારણે રાજ્યના 25,000 જેટલા ઈંટ ઉત્પાદકોને 250 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ
વાવઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિદ્યાર્થીઓની ફી માફી માટે પણ કરાઈ રજૂઆત
આ ઉપરાંત ગામડા અને શહેરોમાં નાના વેપારીઓ, નાના ધંધાર્થીઓને ખૂબ જ નુકસાન થયું છે. આવા ધંધાર્થીઓને સર્વે કરી નુકસાન વળતર આપવા વિનંતી કરાઇ છે. માછીમારોની બોટ તથા માછીમારોના ઓજારો અને ભારે નુકસાની થઈ છે. આથી તેઓને પણ સાધનો ખરીદવા કરવા સહિતની સહાય સર્વે કરી આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત (Cyclone effect) વિસ્તારના વિદ્યાર્થીઓની એક વર્ષ માટે ફી માફી કરવા પણ વિનંતી કરી છે. ગુજરાતનો જે વિસ્તાર કાયમી વાવાઝોડાનો ભોગ બને છે. તેવા દરિયાકિનારા વિસ્તારના ઘર વિહોણાં તથા નબળા કાચા ઘરમાં રહેતાં નાગરિકો માટે નવા વધારાના બે લાખ પાકા મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર કરાવવા અર્જુન મોઢવાડિયાએ પત્ર લખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે.