પોરબંદરના કિરીટસિંહ ઝાલા નામના વ્યક્તિએ એક એવી સાઈકલ બનાવી છે કે, જેમાં માત્ર મોટર અને બેટરી ફીટ કરીને લીવર આપવાનું રહે છે. જે એકવાર ચાર્જ કર્યા બાદ 40 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સાઇકલની વિશેષતા એ છે કે, જ્યાં સુધી બેટરી હોય ત્યાં સુધી ચાલે છે અને બેટરી લો થાય તો તમે તેને નોર્મલ સાયકલની જેમ પેડલ મારીને ચલાવી શકો અને માત્ર 10000 રૂપિયામાં જ આ સાયકલ તૈયાર થઈ જાય છે. સાત ધોરણ ભણેલા કિરીટસિંહને પોતાનો સાયકલ સ્ટોર છે. કિરીટભાઈ હર હંમેશ કંઈકને કંઈક નવું કરવાનો શોખ ધરાવે છે. આ સઈકલ બનાવવા કિરીટસિંહે અલગ અલગ વીડિયો જોયા છે, ત્યારબાદ સાઈકલની ટિઝાઈન તૈયાર કરી તેને બનાવવામાં આવી છે.
એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મનુષ્યએ પૈડાની શોધ કરી હતી. ધીમે ધીમે સાઈકલથી માંડી મોટરગાડી, બસ, ટ્રક અને હવાઈ જહાજમાં મુસાફરી કરતો માણસ આજે પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક મુશ્કેલીઓથી ઘેરાઈ રહ્યો છે. સાઇકલ ચલાવવાથી પર્યાવરણને નુકસાન પણ થતું નથી, તેમજ સાઇકલ ચલાવવી હવે સન્માનની વાત છે. કેટલાક લોકો ગેરવાળી મોંઘીદાટ સાઇકલ કે જેની કિંમત 50 હજાર સુધીની હોય છે, તેનો વપરાશ કરે છે, પરંતુ આવી મોંઘીદાટ સાઈકલ પૈસાદાર લોકોને જ પોસાય છે. પોરબંદરમાં સાઈકલિંગ ક્લબ સાયકલિંગ માટે લોકોને પ્રોત્સાહન કરે છે.
અદ્યતન અને મોંઘીદાટ સાઈકલ ખરીદવા ઘનીક લોકોને જ પરવડે છે, પરંતુ આ સાઇકલ સામન્ય લોકોને પરવડે એવી છે અને પાર્કિંગની સમસ્યા હલ કરી શકે છે. આમ, પેટ્રોલના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. વિશ્વ સાઈકલ દિવસ નિમિત્તે તમામ લોકો જો સાઇકલ ચલાવવાનો નિર્ણય લે તો પૃથ્વી પરથી મોટાભાગનું પ્રદૂષણ ઓછું થઈ શકે તેમ છે.