ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં લોકોના આરોગ્યનું સર્વે કરતા કોરોના વોરિયર્સ - પોરબંદર

પોરબંદર જિલ્લામાં કોરોના મહામારીનાં વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લાતંત્ર દ્વારા તમામ સ્તરનાં પગલા લેવાઇ રહ્યા છે.

પોરબંદર જિલ્લાના કન્ટેઇમેન્ટ ઝોન તથા બફર ઝોનમાં લોકોનો આરોગ્ય સર્વે કરતા કોરોના વોરિયર્સ

author img

By

Published : Jul 30, 2020, 7:18 PM IST

પોરબંદરઃ જિલ્લામાં કોરોના મહામારીનાં વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લાતંત્ર દ્વારા તમામ સ્તરનાં પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તાર તથા આજુ-બાજુના બફર ઝોનમાં આરોગ્ય વિભાગ RBSKની ટીમ તથા અર્બન હેલ્થ સેન્ટર સહિતની ટીમ દ્વારા લોકોનો આરોગ્ય સર્વે કરવાની સાથે જરૂરી માર્ગદર્શન, આયુર્વેદિક ઉકાળા તથા હોમીયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

પોરબંદર, કુતિયાણા, છાંયા, રાણાવાવ સહિત ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. RBSK મેડિકલ ઓફિસરોની જુદી-જુદી ટીમો કન્ટેઇમેન્ટ ઝોનમાં દરરોજ ઘરે ઘરે જઇને લોકોના હેલ્થ ચેકઅપ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડે છે.

આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરની જુદી-જુદી ટીમ બફરઝોનમાં લોકોનો આરોગ્ય સર્વે કરી રહ્યું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદરના કોરોના વોરિયર્સ પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા તકેદારી જ સમજદારી છે.

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ તે માટે જિલ્લાતંત્ર દ્વારા લોકહિતલક્ષી અસરકારક કામગીરી થઇ રહી છે, ત્યારે લોકો સરકારની ગાઇડલાઇનની અમલવારી કરી માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરી સામાજિક અંતર જાળવીને સુરક્ષિત રહે તે ખાસ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.