- પોરબંદરનો જનમાષ્ટમી મેળો રદ
- કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે નિર્ણય
- મેળામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય
પોરબંદર: સમગ્ર દેશમાં જન્માષ્ટમીનું ખુબ મહત્વ છે. દેશના અનેક રાજ્યોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. તો આથી આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી પર રોક લગાવવમાં આવી છે. જેના પગલે પોરબંદરમાં ખૂબ પ્રચલિત જન્માષ્ટમીનો મેળો આ વર્ષે પણ બંધ રાખવામાં આવ્યો છે.
કોરોનાના કારણે જન્માષ્ટમીનો બંધ
પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો ખૂબ જ પ્રચલિત છે. આ મેળાનો આનંદ માણવા દર વર્ષે દેશ-વિદેશથી લોકો ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવતા હોય છે પરંતુ ગત વર્ષે પણ કોરોના મહામારીના લીધે આ મેળો બંધ રાખવામા આવ્યો જ હતો.
આ પણ વાંચો: Online Education in Corona pandamic: જાણો..ઓનલાઇન શિક્ષણ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓના અભિપ્રાય
અનેક નાના-મોટા વેપારીોને આર્થિક નુકસાન
આ વર્ષે પણ આ મેળો બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે જેથી લોકોના જીવ બચાવી શકાય અને કોરોનાથી લોકોને પણ બચાવી શકાય પરંતુ પોરબંદરનો જન્માષ્ટમી મેળોએ અનેક નાના મોટા વેપારીઓ માટે આર્થિક આવકનું સાધન હતું પરંતુ આ નિર્ણયના કારણે મોટાભાગના લોકોને આર્થિક નુકસાન પણ વેઠવું પડશે. આથી મેળામાં રોજગારી મેળવનારા લોકો દ્વારા રોજગારી માટે કોઈ વિકલ્પ ઉભો કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.