પોરબંદર: કોસ્ટગાર્ડના કર્મચારી 27 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન દિલ્હીથી પોરબંદર આવ્યો હતો અને પોરબંદર કોસ્ટ ગાર્ડ હેડ ક્વાર્ટરમાં હોમ ક્વોરેન્ટાઇન કરાયો હતો. પોરબંદરમાં કુલ 3 પોઝિટિવ કેસ એક્ટિવ હતાં.
હવે કોસ્ટગાર્ડના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે. સરકારી હોસ્પિટલના કર્મચારીઓમાં સંકલનનો અભાવ પણ સામે આવ્યો છે.
પોરબંદરમાં એક યુવતીનું મોત કોરોનાના કારણે થયું હતું, છતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડામાં બતાવવામાં આવતું નથી આથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોસ્ટગાર્ડના અન્ય જવાનોની તપાસ થશે કે કેમ તે અંગે તંત્ર દ્વારા કોઈ ઉત્તર આપવામાં આવ્યો નથી.