ETV Bharat / state

પોરબંદરમાં એક જ દિવસમાં કોરોનાના 19 કેસ નોંધાયા, 1નું મોત

કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે પોરબંદરમાં આજે બુધવારના કુલ 19 કેસ નોંધાયા છે. જેમાં પોરબંદર શહેરમાં 14 છાયામાં એક કુતિયાણામાં 2 અને અન્ય રાજ્ય અને જિલ્લાના 2 સહિત કુલ 19 કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં જાહેર કરાયેલા કન્ટેન્મેન્ટ ઝોન 109 છે. જેમાં ઘરોની સંખ્યા 683 અને જેમાં 1855 વ્યક્તિઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં છે.

પોરબંદરમાં એક જ દિવસમાં કોરોનાના 19 કેસ નોંધાયા, એકનું મોત

author img

By

Published : Aug 5, 2020, 8:29 PM IST

Updated : Aug 5, 2020, 8:49 PM IST

પોરબંદરઃ કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે પોરબંદરમાં આજે કુલ 19 કેસ નોંધાયા છે. જેમાં પોરબંદર શહેરમાં 14 છાયામાં એક કુતિયાણામાં 2 અને અન્ય રાજ્ય અને જિલ્લાના 2 સહિત કુલ 19 કેસ નોંધાયા છે.

વહિવટી વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર પોરબંદરમાં તારીખ 4ના રોજ છાયા ચોકી બિરલા રોડ પર રહેતા 70 વર્ષના પુરુષનું કોરોના અને ગંભીર બીમારીના કારણે મોત નિપજ્યું છે. આ ઉપરાંત પોરબંદરના ઠક્કર પ્લોટમાં બાવન વર્ષના મહિલા બાવન વર્ષના પુરુષ અને 90 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત મેમણ જમાત ખાનાની બાજુમાં 53 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે અને ભોગાયતા શેરી ગઢવાણા કુતિયાણાના 60 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત બોખીરામાં રહેતા 45 વર્ષના પુરુષ તથા 39 વર્ષના મહિલા અને 17 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત ઝંડાળામાં રહેતા પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તથા જુરીબાગ શેરી નંબર 4માં 23 વર્ષના પુરુષને પોઝિટિવ આવ્યો છે. તથા પોરબંદરની આશા kids સામે આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટમાં 50 વર્ષની મહિલા 22 વર્ષની મહિલા અને 13 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત એ સીસી રોડ છાયામાં રહેતા 79 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. તથા ડીએસપી ઓફિસ પાછળ ચમ સ્કૂલ પાસે રહેતા 31 વર્ષના મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ટેલિફોન એક્સચેન્જ પાસે માળીયા હાટીના જૂનાગઢમાં રહેતા 41 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોરબંદરમાં પોઝિટિવ આવ્યો છે.

તથા કુતિયાણાના મહીયારી ગામના 60 વર્ષના મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 31 વર્ષના ડિફેન્સ પર્સનને કોરોના પોઝિટિવ આવ્યો છે. તમામને કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લાના અત્યાર સુધીમાં કુલ 166 અને અન્ય રાજ્ય અને જિલ્લાના પોરબંદરમાં આવેલા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 45 છે. બંને મળી કુલ ટોટલ 211 કેસ પોરબંદરમાં કોરોના પોઝિટિવ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં તારીખ 4થી 5 સુધીમાં જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ જાહેરમાં થૂંકવાના કેસોની સંખ્યા 183 છે. જ્યારે વસૂલવામાં આવેલા દંડની રકમ 91500 છે. આમ અત્યાર સુધીમાં થયેલા કેસનો આંકડો 13019 છે. જેમાંથી 2,861 400નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

જ્યારે અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટરમાં લાવવામાં આવેલા દર્દીઓમાંથી સરકારીમાં 5836 અને ખાનગીમાં 269 લોકોનું કવોરેન્ટાઇન સમય પૂર્ણ થયેલો છે. હાલ કુલ 18 લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે. જ્યારે હોમ કવોરેન્ટાઇનમાં 1483 લોકો છે.

અત્યાર સુધીમાં જાહેર કરાયેલા કન્ટેન્મેન્ટ ઝોન 109 છે. જેમાં ઘરોની સંખ્યા 683 અને જેમાં 1855 વ્યક્તિઓ કન્ટેન્મેન્ટ ઝોનમાં છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેના ત્રીજા રાઉન્ડમાં કુલ 1,22,014નો અત્યાર સુધી સર્વે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્ટ્રી પોઈન્ટ પર અત્યાર સુધીમાં 3,03,185 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે.

પોરબંદરમાં હાલ ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એક્ટિવ દર્દીઓની સંખ્યા 31 છે. જ્યારે કોઈ સેન્ટર ખાતે એક દર્દીઓની સંખ્યા શૂન્ય અને અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે 15 દર્દીઓ નીચે તથા હોમ આઇસોલેશન ખાતે 38 દર્દીઓ એક્ટિવ છે. આમ કુલ મળી કુલ 84 કોરોના પોઝિટિવ કેસ એક્ટિવ છે. તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ કેસ ના નામ તથા કોરોના કેસમાં મૃત્યુ પામેલા દર્દીના નામ મીડિયાને આપવામાં આવતા નથી..

Last Updated : Aug 5, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.