ETV Bharat / state

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પર કોરોના ફેલાવવાનો આક્ષેપ કર્યો - ઉત્તર ગુજરાત પ્રવાસ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ગુજરાતમાં કોરોનાના કારણે હજારો લોકોના મોત થયા છે. રાજકિય પાર્ટીઓના નેતાઓ કોરોના કાળમાં વિવિધ વિસ્તારમાં પ્રવાસ અને રેલીઓ કરી રહ્યાં છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. સી. આર. પાટીલે અંબાજી મંદિરના દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના રાજકિય પ્રવાસને લઇને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

congress
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર કોરોના ફેલાવવાનો આક્ષેપ કર્યો
author img

By

Published : Sep 4, 2020, 10:57 PM IST

પોરબંદર: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના રાજકિય પ્રવાસને લઇને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાઓ કહ્યું કે, સી. આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ભાજપના અનેક નેતા અને કાર્યકરોને કોરોના થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, એક બાજુ પોલીસ દ્વારા લોકોએ જાહેર સ્થળો પર માસ્ક ન પહેર્યું હોય તો કોરોનાના નામે સામાન્ય લોકોને દંડ ફટકારવામાં આવે છે અને 1000 રૂપિયા વસુલવામાં આવે છે. પોલીસ સી. આર. પાટીલ સામે કેમ લાચાર છે.

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર કોરોના ફેલાવવાનો આક્ષેપ કર્યો

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ લોકોડાઉન અને અનલોકમાં કોરોના સંક્રમણ ફેલાવનાર લોકો સામે પાસા સુધીના પગલા લેવાયા છે. ગુજરાતમાં મોટી રેલી યોજી કોરોનાનું સંક્રમણ ફેલાવનાર સી. આર. પાટીલ સામે પણ પગલા લેવાની માગ કરી હતી.

આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કોઈપણ રેલી યોજવામાં આવતી નથી. કોંગ્રેસને રેલીની મંજૂરી પણ આપવામાં આવતી નથી. કોંગ્રેસના કાર્યક્રમોમાં થોડા જ માણસો સાથે તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.