ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં ભડ, ભોદ અને છાંયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ - ગુજરાત ખેત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયિમ 2020

રાજ્ય સરકાર દ્વારા સરકારી અને ખાનગી જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ સામે સખત કાર્યવાહી કરવા માટે ગુજરાત ખેત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયિમ 2020 અમલમાં છે. જે અન્વયે પોરબંદર જિલ્લામાં જિલ્લાકક્ષાની સમિતિ સમક્ષ ફરિયાદો રજૂ કરવામાં આવતા સમિતિ દ્વારા જમીન પચાવી પાડનારા લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના ભડ, ભોદ અને છાંયામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. પોરબંદર જિલ્લાકક્ષાની સમિતિ દ્વારા સખત કાર્યવાહી કરાતા ભૂમાફિયાઓમા ફફડાટ ફેલાયો છે.

porbandar news
porbandar news
author img

By

Published : Jun 1, 2021, 8:10 PM IST

  • પોરબંદર જિલ્લામાં ભડ, ભોદ અને છાંયા ગામમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ
  • પોરબંદર જિલ્લાના ભડ ગામમાં જમીન પચાવી પાડનારા શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
  • ભોદ ગામમા અંદાજે 3 કરોડ 90 લાખની સરકારી જમીન પચાવી પાડતા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
  • છાયામા અંદાજે 5 કરોડની સરકારી જમીન પચાવી પાડનારા 5 શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ
  • કરોડોની જમીન પચાવી પાડનારા શખ્સો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે

પોરબંદર : જિલ્લામાં જિલ્લાકક્ષાની સમિતિ સમક્ષ ફરિયાદ રજૂ કરવામાં આવતા ભોદ ગામની એ. 69-00 ગું. સરકારી જમીન અંદાજે 3 કરોડ 90 લાખ કિંમતી સરકારી જમીન પચાવી પાડનારા 8 શખ્સો વિરૂદ્ધ રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામા આવી છે. પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર જમીન પચાવી પાડતા લોકો સામે ફરિયાદ નોંધી સખત કાર્યવાહી કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગેર કાયદે જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેક્ટર અશોક શર્માએ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો - રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એકટ લાગુ, આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજાની જોગવાઈ

પોરબંદર જિલ્લાકક્ષાની સમિતિમાં ધોરણસર પોલીસ ફરિયાદ દાખલ કરવા મંજૂરી અપાઇ

ભોદ ગામની એ. 69-00 ગું. જમીન સરકાર દ્વારા ખેત જમીન ટોચ મર્યાદ ધારા તળે ખાલસા કરવામાં આવ્યા બાદ આ જમીનનો કબ્જો સંભાળી લેવામાં આવેલા હોય, આ જમીનમાં જુદા-જુદા લોકોએ કબ્જો કરી, અંદાજે 3 કરોડ 30 લાખની કિંમતી સરકારી જમીન પચાવી પાડેલા હોય, જેની સામે નાયબ કલેક્ટર, કુતિયાણા દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત આવતા, જિલ્લાકક્ષાની સમિતિમાં ધોરણસર પોલીસ ફરિયાદ દાખલ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો - હવે ભૂમાફિયાઓની દાદાગીરી નહીં ચાલે, વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસ

ભડ ગામમાં પણ જમીન પચાવનારા સામે કાર્યવાહી થશે

ભડ ગામના સર્વે નંબર 2138, 2749ની કુલ જમીન હે. 2-01-02 જમીનની દેખરેખ કરતા શખ્સે જમીન પર કબ્જો કરતા જમીન માલીક દ્વારા ફરિયાદ કરતા પોરબંદર નાયબ કલેક્ટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસ કરીને ગેરકાયદેસર જમીન પર કબ્જો કરનારા શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. સમિતિએ મંજૂરી આપતા માધવપુર પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી છે. ગેરકાયદેસર જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેક્ટર અશોક શર્માએ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો - લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 60 અરજી મળી, 5 અરજીમાં પોલીસ ફરિયાદ દાખલ : ગાંધીનગર કલેક્ટર

છાયા ગામના સર્વે નંબર 572ની અંદાજે 5 કરોડની સરકારી જમીન પચાવી પાડી

પોરબંદર તાલુકાના છાંયા ગામના સર્વે નંબર 572ની અંદાજે 5 કરોડની સરકારી જમીન આશરે ચોરસ મીટર 9645-00માં 5 શખ્સો દ્વારા અનધિકૃત કબ્જો કરીને, રહેણાંક હેતુના મકાનો, ઢોર બાંધવાના ઢાળીયા, ખેતીના હેતુનો ઉપયોગ તથા ખુલ્લી જગ્યાનો ઉકરડા તેમજ ખેતીના સાધનો મૂકવા ઉપયોગ કરવામાં સવાલવાળી જમીન પર અંદાજે પાંચથી છ વિધાનું અનધિકૂત કબ્જો કરીને ઉપયોગ કરવામાં આવ્યા છે. તેમની સામે જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ધોરણસરની કાર્યવાહી કરવા પરવાનગી આપતા પોલીસ ફરિયાદ દાખલ કરવામા આવી છે. ગેરકાયદેસર જમીન પચાવી પાડતા જમીન માફિયાઓ સામે કલેક્ટર અશોક શર્માએ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે અને જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ પણ ત્વરિત પગલા લઇને કાર્યવાહી કરી છે. આ બાબતે સર્કલ ઓફિસર પોરબંદર શહેર, મામલતદાર કચેરી, પોરબંદર દ્વારા આ શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.