ETV Bharat / state

Madhavpur National Level Fair 2023 : માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન, તંત્ર દ્વારા તડામાર તૈયારી - માધવપુર રાષ્ટ્રીય કક્ષાનો મેળો 2023

માધવપુરનો મેળો તારિખ 30/03/2023 ના રોજ શરૂ થશે. જેની રૂપરેખા આપતા પોરબંદર જિલ્લા સેવાસદન 1 માં જિલ્લા કલેકટરે પ્રેસ કોંનફરન્સ યોજી હતી. સાંજે 6:00 કલાકે માધવપુર મેળાનું ઉદઘાટન કરાશે.

માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન

author img

By

Published : Mar 29, 2023, 2:52 PM IST

માધવપુર રાષ્ટ્રીય કક્ષાના મેળાનું CM ભુપેન્દ્ર પટેલ કરશે ઉદ્દઘાટન

પોરબંદર : તારિખ 30/03/2023 ના રોજ માધવપુરનો મેળો શરૂ થશે. જેની રૂપરેખા આપતા પોરબંદર જિલ્લા સેવાસદન 1 માં જિલ્લા કલેકટરે પ્રેસ કોંનફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, યુવા અને સંસ્કૃતિ વિભાગ ગુજરાતના પ્રધાન મુળુભાઈ બેરા, યુનિયન મિનિસ્ટર કિરણ રિજિજુ, મેઘાલય સિલોંગના આર્ટ અને કલચર વિભાગના મિનિસ્ટર માધવપુર મેળામાં પધારશે. જેઓ સાંજે 6:00 કલાકે માધવપુર મેળાનું ઉદઘાટન કરાશે.

માધવપુર મેળમાં આ મહેમાનો આવશે : માધવપુર મેળમાં તારિખ 31/03/2023 ના રોજ કેબિનેટ મિનિસ્ટર જી કિશન રેડી માધવપુર મેળા ખાતે પધરશે. જ્યારે તારિખ 01/04/2023 ના રોજ સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગ માધવપુર મેળા ખાતે પધારશે અને તારિખ 03/04/2023 ના રોજ આસામના મુખ્યપ્રધાન હિંમત બીસવા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન બીશ્વજીત સિંહ, અને મણિપુરના મિનિસ્ટર માધવપુર મેળામાં પધારશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો : આ વખતે કાર્યક્રમનું મુખ્ય સ્થળ મેદાન સંપૂર્ણ એસી ડોમથી બનાવવામાં આવ્યું છે. જેથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્ટેજ પ્રોગ્રામ નિહાળવા આવતા લોકો સરળતાથી બેસી શકે. તારીખ 30 થી તારીખ 2 એપ્રિલ સુધી દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઉત્તર પૂર્વીય 8 રાજ્યોની 16 ટીમો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા આ તમામ કલાકારોને રહેવા, જમવાની તથા આવવા જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ સાંજે પાંચ વાગ્યાથી હાસ્યકલા અને ડાયરાઓ રજૂ કરવામાં આવશે.

હાસ્યકલા અને ડાયરાઓનો કાર્યક્રમો

તારિખ 30 ના રોજ સાંઈરામ દવે અને લલીતાબેન ઘોડાદ્રા.

તારિખ 31 ના રોજ કિર્તીદાન ગઢવી અને જગદીશભાઈ ત્રિવેદી.

તારિખ 01 એપ્રીલ ના રોજ ગીતાબેન રબારી અને બીહારીભાઈ ગઢવી.

તારિખ 02 એપ્રીલના રોજ આદિત્ય ગઢવી અને અનિરૂદ્ધભાઈ ગઢવી.

તારિખ 03 એપ્રીલના રોજ માયાભાઈ આહિર.

મેળા બસની સુવિધા : તારિખ 30 નાં રોજ પોરબંદર જિલ્લામાંથી 100 બસ માધવપુરના મેળા માટે ફાળવવામાં આવી છે, જેમાં પોરબંદરથી 50 બસ, રાણાવાવથી 20 અને કુતિયાણાથી 30 બસ, આ ઉપરાંત પોરબંદર શહેર માંથી 13 નાની બસ, તારિખ 31 નાં રોજ ગીરસોમનાથ જિલ્લાથી 70 બસ, તારિખ 01 એપ્રીલના રોજ રાજકોટ જિલ્લાથી 70 બસ, તારિખ 02 ના રોજ જૂનાગઢ જિલ્લાથી 60 બસ, તારિખ 03 ના રોજ દેવભુમીદ્વારા જિલ્લાથી 100 બસ તેમજ માઘવપુરના મેળા માટે કુલ 413 બસો ફાળવવામાં આવી છે.

પોલીસ સ્ટાફ : મેળા દરમિયાન સુરક્ષા માટે 11 Dysp, 18, 67 PSI, 892 પોલીસ સ્ટાફ, 628 જી.આર.ડી, એસ.આર.ડી તથા 131 હોમગાર્ડ ફરજ બજાવશે.

આ પણ વાંચો : Gujarat Assembly: સંસદની જેમ હવે વિધાનસભાની કામગીરી યુટ્યુબ પર, CM પટેલે લોંચ કરી ચેનલ

હસ્તકલાના સ્ટોલ : ઇન્ડેક્સ-સી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આધારિત હસ્તકલા હોટ બનાવવામાં આવ્યું છે. જેમાં ઉત્તર પૂર્વીય રાજ્યોના હસ્તકલાના કારીગરો માટે 100 સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં 200 જેટલા કારીગરોને વિનામૂલ્યે જગ્યા ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ચકડોળના મેદાન તથા સ્ટોલ માટે હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મેદાન ચકડોળો માટેનું છે. જેની હરાજી 18.75 લાખમાં થઈ છે. આ ઉપરાંત 120 સ્ટોલની હરાજી થઈ છે. જેમાં 50 ફૂડ સ્ટોલની હરાજી 1972 લાખમાં તથા રમકડા અને હેન્ડીક્રાફ્ટ માટેના 50 સ્ટોલની હરાજી રૂપિયા 14.88 લાખમાં થઈ છે. આ ઉપરાંત સરકારી ટોકન ભાવે સખી મંડળો માટે 19 ટોલ ફાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gandhinagar News : કોસ્ટલ સિક્યુરિટી સંદર્ભે પ્રથમવાર યોજાઇ આવી સુરક્ષા સમીક્ષા બેઠક, મુખ્યપ્રધાને કહી મોટી વાત

મેળામાં પ્રાથમિક સુવિઘા : મેળામાં આવતા લોકો માટે પીવાના પાણીની તથા મોબાઈલ ટોઈલેટની સુવિઘા પુરી પાડવામાં આવી છે. તથા ફાયર ફાઈટર, મેડીકલ સ્ટાફ સ્થળ પર ફરજ બજાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.